<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

ઉદ્યોગપતિ-રાજકીય અગ્રણી ડો. નચિકેતા મુખીનો જન્‍મદિન

 

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા.૨ : વષાાલ કંકુબાગ મોલના ઓનર... પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને રાજકીય અગ્રણી ડો. નચિકેત મુખીનો જન્‍મદિન છે.

કેટલાક લોકોને ભગવાને અનોખા, નોખા અને તદ્દન જૂદૂી જ માટીના બનાવેલા હોય છે. હિન્‍દી ફિલ્‍મોમાં રાજકુમાર એ ટાઈપના હતા. કોઈનેય સાડીબાર નહી રાખવાની પોતાની શર્તો પ્રમાણે કામ કરવાનુ અને પોતાની શરત પ્રમાણે જીંદગી જીવવાની.

આજ કાલ દેશમાં પુષ્‍પા ફિલ્‍મનો જબ્‍બર ક્રેઝ ચાલી રહ્યો છે. ફિલ્‍મમાં કઁઈ નવીન નથી પરંતુ જે નાવીન્‍ય છે તે લોકોને આકર્ષી રહ્યું છે...

 વષાાલમાં રહેતા નચિકેત મુખી પણ અર્બન પુષ્‍પા છે. પોતાની આગવી સ્‍ટાઈલ છે. કપડાથી લઈ સ્‍ટાઈલ તેમની પોતાની આગવી છે. શહેરી બીઝનેસમેન કે ઉદ્યોગપતીઓમાં જે આર્ટીફિશીયલ ગંભીરતા, ચહેરા પર એક ઉદાસી અને કાયમ પોતાની ઈમેજ પર કંઈ ડાઘ ન પડે અથવા તો ઈમેજને ઈષાીટાઈટ રાખવાની ચિંતામાં જ જીવન પસાર કરી દેવુ, તેની સામે નચિકેત મુખી એક સફળ બીઝનેસમેન  હોવા છતા, જીંદગીને પણ પોતાની રીતે માણી લે છે.

તેને પસંદ પડે તો ગરબા રમે છે, આગવી સ્‍ટાઈલથી ઈન્‍ટાગ્રામ માટે રીલ બનાવે છે. ધાર્મીકતાને દૂનીયા સામે બતાવે છે. બર્થ ડે ઉજવે છે તો રસ્‍તાઓ બંધ કરી દે છે. અને સાથે સાથે ઉત્‍કળષ્ટ વ્‍યવસાયી સુઝ પણ ધરાવે છે.

(1:43 PM IST)