News of Thursday, 2nd January 2025
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે કાલથી પાંચમી ટેસ્ટ મેચ : જાણો ક્યાં અને કેવી રીતે લાઈવ જોઈ શકશો? કયા સમયે મેચ શરૂ થશે
કાંગારુઓ 2-1થી આગળ છે. હવે બંને ટીમો વચ્ચે પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ રમાશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણી હવે તેના અંતિમ તબક્કામાં છે. ટીમ ઈન્ડિયાએ આ શ્રેણીની શરૂઆત શાનદાર જીત સાથે કરી હતી, પરંતુ ચાર મેચના અંતે કાંગારુઓ 2-1થી આગળ છે. હવે બંને ટીમો વચ્ચે પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ રમાશે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હેઠળ રમાઈ રહેલી આ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ ટીમ ઈન્ડિયાએ 295 રનથી જીતી હતી, જે પર્થમાં રમાઈ હતી. ત્યારબાદ એડિલેડમાં રમાયેલી પિંક બોલ ટેસ્ટમાં કાંગારૂઓએ 10 વિકેટે જીત મેળવી હતી. ત્યારબાદ બ્રિસ્બેનના ગાબા ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. ઓસ્ટ્રેલિયાએ મેલબોર્નમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચ 184 રને જીતી લીધી હતી. હવે બંને ટીમો પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રમાશે
ભારત ત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ શુક્રવાર, 3 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી રમાશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં પાંચમી ટેસ્ટ મેચ રમાશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ ભારતીય સમય અનુસાર સવારે 5 વાગ્યે શરૂ થશે. મેચનો ટોસ ભારતીય સમય મુજબ સવારે 4.40 કલાકે થશે.
તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ભારતમાં ટીવી પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચ લાઈવ જોઈ શકશો. આ સિવાય મોબાઈલ પર મેચ જોઈ રહેલા દર્શકો ડિઝની હોટસ્ટાર એપ પર આ ટેસ્ટ સ્ટ્રીમ કરી શકશે.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
