તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
આટકોટ પાસે અકસ્માત

આટકોટ : ખારચીયા ગામ પાસે આઈસર અને ફોર વ્હીલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ખોડીયાર મા ના મંદિર પાસે આઇસર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા લાકડા ભરેલું આઇસર રોડ નીચે પલટી ખાઈ ગયું હતું આગળ જતી ફોર વ્હીલર પણ હડફેટે આવી હતી જ્યારે ગામનાં અવેડા પાસે કપડાં ધોતી મહીલાઓમાં નાસભાગ મચી ગઇ હતી અચાનક આઈસર નીચે આવતાં બમ્પ પાસે રેડીયમ નાં પટ્ટી ન હોવાથી અવાર નવાર અકસ્માત નાં બનાવો બને છે છતાંય તંત્ર હજુ નિંદ્રા કરી રહ્યું છે. બે લોકો ને ઈજા પહોંચી હતી જેને ૧૦૮ ની મદદથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતાં બમ્પ પર રેડીયમ પટા મારવામાં આવે તેવી માંગણી કરી હતી અચાનક બમ્પ આવે ત્યારે અજાણ્યા વાહન ચાલકો સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા હોય છે આઇસર નાં આગળ નાં વ્હીલર તુટી ગયા હતાં ચાલકે કાબુમાં ગાડી કરી હતી. (તસવીરઃ કરશન બામટા-આટકોટ)
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
