તા. ૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૫ બુધવાર
News of Thursday, 2nd January 2025
જમ્મુ-કાશ્મીરના રામબનમાં બસ પર ફાયરિંગ:એક કંપનીના 4 લોકો ઘાયલ
માસ્ક પહેરેલા હુમલાખોરોએ જિલ્લાના એક પ્રોજેક્ટ સાઈટ પર કન્સ્ટ્રક્શન ફર્મના કર્મચારીઓને લઈ જતી બસને નિશાન બનાવી અને ગોળીબાર કર્યો

જમ્મુ-કાશ્મીરના રામબનમાં એક બસ પર હુમલો કરવામાં આવ્યો છે. માસ્ક પહેરેલા હુમલાખોરોએ એક કન્સ્ટ્રક્શન ફર્મના કર્મચારીઓને જિલ્લામાં પ્રોજેક્ટ સાઇટ પર લઈ જતી બસને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં કંપનીના ચાર કર્મચારીઓ ઘાયલ થયા હતા. આ કેસમાં પોલીસે 8 લોકોની પૂછપરછ માટે અટકાયત કરી છે.
અધિકારીઓએ જણાવ્યું કે એક કંપનીના કર્મચારીઓને માર્ગમાં પ્રોજેક્ટ સાઈટ પર લઈ જતી બસને લોકોએ સાંજે સેરીમાં રોકી હતી. ત્યારબાદ તેઓ બસની અંદર ઘૂસી ગયા અને લોકોને માર માર્યો. આ અંગેની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, રામબનના એસએસપીએ જણાવ્યું કે 8 લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.
તેણે જણાવ્યું કે હુમલાખોરોએ કંપનીના કર્મચારીઓને માર માર્યો હતો. આ ઘટનાને કારણે બિન-સ્થાનિક કામદારોએ ચિંતા કરવાની જરૂર નથી. અમે તેમને સુરક્ષા આપવા માટે પ્રતિબદ્ધ છીએ હિમાચલ પ્રદેશના એન્જિનિયર મનોજ કુમાર પણ ઘાયલોમાં સામેલ છે. તેણે કહ્યું કે માસ્ક પહેરેલા લોકોએ તેને ધમકી આપી અને પૂછ્યું કે તમે હજુ પણ રામબનમાં કેમ કામ કરો છો. અહીંથી નીકળી જા.
એન્જિનિયર મનોજ કુમારે કહ્યું કે બે લોકોએ અમારી બસ રોકી હતી. આ પછી 10 થી 15 લોકો અંદર આવ્યા અને માર મારવા લાગ્યા. અમારામાંથી છ-સાત ઘાયલ થયા. અમારી માંગ છે કે અમને અહીં કામ કરતી વખતે સુરક્ષા પૂરી પાડવામાં આવે.
બીજી તરફ, બુધવારે પોલીસે પુલવામાના અવંતીપોરા વિસ્તારમાંથી જૈશ-એ-મોહમ્મદના ચાર સહયોગીઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આતંકવાદીઓના મદદગારોની ઓળખ મુદાસિર અહેમદ નાઈક, ઓમર નઝીર શેખ, ઇનાયત ફિરદૌસ અને સલમાન નઝીર લોન તરીકે થઈ છે. તેમની પાસેથી વાંધાજનક સામગ્રી પણ મળી આવી છે.
(7:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
