તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
કુંભમેળાની હોસ્પિટલમાં જન્મ્યાં દીકરા - દીકરીઃ દીકરાનું નામ કુંભ અને દીકરીનું નામ ગંગા

પ્રયાગરાજ તા. ૨ : પ્રયાગરાજમાં ૧૩ જાન્યુઆરીથી મહાકુંભની શરૂઆત થવાની છે ત્યારે મહાકુંભમાં મેડિકલ ફેસિલિટીની ઠેર-ઠેર વ્યવસ્થા કરવામાં આવી છે. જે સેન્ટ્રલ હોસ્પિટલ છે એમાં ૧૦૦ બેડની વ્યવસ્થા છે, જયારે બાકીનાં ૨૫ સેક્ટરમાં ૨૫-૨૫ બેડની હોસ્પિટલ બનાવવામાં આવી છે. દરેક સેક્ટર હોસ્પિટલમાં આધુનિક મેડિકલ સેવા મળી શકશે. સેન્ટ્રલ હોસ્પિટલમાં પ્રેગ્નન્ટ મહિલાઓની ડિલિવરી અને સારવાર પણ થાય છે. આ હોસ્પિટલમાં તાજેતરમાં પ્રયાગરાજના ત્રિવેણી સંગમ પાસે કામની તલાશમાં આવેલી બે પ્રેગ્નન્ટ મહિલાઓની ડિલિવરી થઈ હતી. એક મહિલાને દીકરો જન્મ્યો હતો અને બીજીને દીકરી. આ જ હોસ્પિટલનાં મેટ્રન રમા સિંહનું કહેવું છે કે બન્ને બાળકોનું નામકરણ પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં જ કરવામાં આવ્યું હતું. દીકરાનું નામ કુંભ અને દીકરીનું નામ ગંગા રાખવામાં આવ્યું છે.
(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
