તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
મનુ ભાકર, ડી. ગુકેશ સહિત ચારને ખેલ રત્નઃ ૩૨ ખેલાડીઓને અર્જુન એવોર્ડ
ખેલ રત્ન અને ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારોમાં કોઇ ક્રિકેટ ખેલાડીનો સમાવશે કરવામાં આવ્યો નથી, જે આશ્ચર્યજનક મનુ અને ગુકેશ ઉપરાંત હોકી ખેલાડી હરમનપ્રીતસિંહ અને પેરા એથ્લેટ પ્રવીણકુમારને પણ ખેલ રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા છે

નવી દિલ્હી, તા. ર : ભારત સરકારે મનુ ભાકર અને ડી ગુકેશ સહિત ૪ ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ૩૨ ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે. મનુ ભાકર અને ડી ગુકેશ ઉપરાંત હોકી ખેલાડી હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લેટ ખેલાડી પ્રવીણ કુમારને પણ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સિવાય ૩૨ ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળ્યો છે.
યુવા બાબતો અને રમત મંત્રાલયે આજે (૨ જાન્યુઆરી) રાષ્ટ્રીય રમત પુરસ્કારો ૨૦૨૪ની જાહેરાત કરી. ૧૭ જાન્યુઆરી ૨૦૨૫ (શુક્રવાર)ના રોજ સવારે ૧૧ વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત થનારા વિશેષ સમારોહમાં એવોર્ડ વિજેતાઓને ભારતના રાષ્ટ્રપતિ પાસેથી એવોર્ડ આપવામાં આવશે.
સમિતિની ભલામણોના આધારે અને યોગ્ય તપાસ બાદ, સરકારે નીચેના ખેલાડીઓ, કોચ, યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને પુરસ્કારો આપવાનું નક્કી કર્યું છે.
ક્રિકેટને કોઈ એવોર્ડ
મળ્યો નથી
આ વખતે ખેલ રત્ન અને ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારોમાં કોઈ ક્રિકેટ ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જે આ?ર્યજનક હતું. તે જ સમયે, ક્રિકેટ સાથે જોડાયેલા કોઈપણ વ્યક્તિનું નામ કોચની શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યું ન હતું.
આ ખેલાડીઓને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ ૨૦૨૪ મળ્યો હતો
૧. ડી ગુકેશ (ચેસ)
૨. હરમનપ્રીત સિંહ (હોકી)
૩. પ્રવીણ કુમાર (પેરા એથ્લેટિક્સ)
૪. મનુ ભાકર (શૂટિંગ)
કોણ છે તે ૪ ખેલાડીઓ જેમને ઁખેલ રત્નઁ મળ્યો
મનુ ભાકરે પ્રથમ પેરિસ ઓલિમ્પિકમાં ૧૦ મીટર એર પિસ્તોલમાં પોડિયમ પર સ્થાન મેળવ્યું હતું અને પછી સરબજોત સિંહ સાથે મળીને ૧૦ મીટર મિશ્રિત ટીમમાં બીજો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ રીતે, તે રમતના આ મહાકુંભની એક જ સિઝનમાં બે મેડલ જીતનારી ભારતની પ્રથમ ખેલાડી બની છે.
ડી ગુકેશ ચેસના ઈતિહાસમાં સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બન્યો. ૨૦૨૪માં ચેન્નાઈના ૧૮ વર્ષના ગુકેશના રૂપમાં એક નવો રોલ મોડલ સામે આવ્યો છે. તે સિંગાપોરમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ મેચમાં ચીનના ડીંગ લિરેનને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો. ૧૪મા રાઉન્ડની ટાઈટલ મેચ પહેલા પણ ગુકેશને મજબૂત દાવેદાર માનવામાં આવતો હતો, જે દબાણ બનાવવા માટે બંધાયેલો હતો. ગુકેશે ત્રીજા, ૧૧મા અને ૧૪મા રાઉન્ડમાં જીત મેળવીને વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.
પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને હરમનપ્રીત સિંહની કેપ્ટન્સીવાળી ભારતીય ટીમે સાબિત કરી દીધું કે ટોકયો ગેમ્સમાં જીતેલો બ્રોન્ઝ મેડલ કોઈ ફ્લુક નથી, જેના આધારે તેણે જ્ત્ણ્ ઓલિમ્પિકમાં ૧૦ ગોલ કર્યા હતા. ત્રીજી વખત મેલ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો.
પ્રવીણ કુમાર ઉત્તર પ્રદેશનો છે. પ્રવીણે એશિયન રેકોર્ડ તોડીને પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં મેન્સ હાઈ જમ્પ-વ્૬૪ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
જુઓ અર્જુન એવોર્ડ કોને મળ્યો
૧. જ્યોતિ યારાજી (એથ્લેટિક્સ)
૨. અન્નુ રાની (એથ્લેટિક્સ)
૩. નીતુ (બોક્સિંગ)
૪. સ્વીટી (બોક્સિંગ)
૫. વંતિકા અગ્રવાલ (ચેસ)
૬. સલીમા ટેટે (હોકી)
૭. અભિષેક (હોકી)
૮. સંજય (હોકી)
૯. જર્મનપ્રીત સિંહ (હોકી)
૧૦. સુખજીત સિંહ (હોકી)
૧૧. રાકેશ કુમાર (પેરા તીરંદાજી)
૧૨. પ્રીતિ પાલ (પેરા એથ્લેટિક્સ)
૧૩. જીવનજી દીપ્તિ (પેરા એથ્લેટિક્સ)
૧૪. અજીત સિંહ (પેરા એથ્લેટિક્સ)
૧૫. સચિન સર્જેરાવ ખિલારી (પેરા એથ્લેટિક્સ)
૧૬. ધરમબીર (પેરા એથ્લેટિક્સ)
૧૭. પ્રણવ સુરમા (પેરા એથ્લેટિક્સ)
૧૮. એચ હોકાટો સેમા (પેરા એથ્લેટિક્સ)
૧૯. સિમરન જી (પેરા એથ્લેટિક્સ)
૨૦. નવદીપ (પેરા એથ્લેટિક્સ)
૨૧. નીતિશ કુમાર (પેરા બેડમિન્ટન)
૨૨. તુલસીમાથી મુરુગેસન (પેરા બેડમિન્ટન)
૨૩. નિત્ય શ્રી સુમતિ સિવન (પેરા બેડમિન્ટન)
૨૪. મનીષા રામદાસ (પેરા બેડમિન્ટન)
૨૫. કપિલ પરમાર (પેરા જુડો)
૨૬. મોના અગ્રવાલ (પેરા શૂટિંગ)
૨૭. રૂબિના ફ્રાન્સિસ (પેરા શૂટિંગ)
૨૮. સ્વપિ્નલ સુરેશ કુસલે (શૂટિંગ)
૨૯. સરબજોત સિંહ (શૂટિંગ)
૩૦. અભય સિંહ (સ્ક્વોશ)
૩૦. અભય સિંહ (સ્ક્વોશ)
૩૧. સાજન પ્રકાશ (સ્વિમિંગ)
૩૨. અમન (કુસ્તી)
રમતગમતમાં ઉત્કળષ્ટ પ્રદર્શન માટે અર્જુન પુરસ્કાર (આજીવન)
૧. સુચા સિંઘ (એથ્લેટિક્સ)
૨. મુરલીકાંત રાજારામ પેટકર (પેરા-સ્વિમિંગ)
દ્રોણાચાર્ય પુરસ્કાર (નિયમિત શ્રેણી)
૧. સુભાષ રાણા (પેરા-શૂટિંગ)
૨. દીપાલી દેશપાંડે (શૂટિંગ)
૩. સંદીપ સાંગવાન (હોકી)
દ્રોણાચાર્ય પુરસ્કાર (આજીવન શ્રેણી)
૧. એસ. મુરલીધરન (બેડમિન્ટન)
૨. આર્માન્ડો એગ્નેલો કોલાકો (ફૂટબોલ)
રાષ્ટ્રીય રમત પ્રમોશન એવોર્ડ
૧. ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા
મૌલાના અબુલ કલામ આઝાદ (પ્ખ્ધ્ખ્) ટ્રોફી ૨૦૨૪
૧ ચંદીગઢ યુનિવર્સિટી (એકંદરે વિજેતા યુનિવર્સિટી)
૨. લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી, (૧લી રનર-અપ યુનિવર્સિટી)
૩. ગુરુ નાનક દેવ યુનિવર્સિટી, અમળતસર (સેકન્ડ રનર અપ યુનિવર્સિટી) (૯.૪ર)
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
