<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

ભાવનગરમાં સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહમણ જ્ઞાતિનું બેદિવસીય ‘‘નાત તેડુ''

પરિચય મેળો,સૌરાષ્‍ટ્ર કચ્‍છના જ્ઞાતિના મંડળોની મીટીંગ, કથાકાર મિલન, લોક ડાયરો, ભોજન સમારંભ સહિતનું આયોજન : તડામાર તૈયારી

બગદાણા પૂ. બજરંગબાપા સમક્ષૅનાતતેડુૅની કંકોત્રીનુ વિમોચન કરવામાં આવ્‍યું હતું.આ તકે ભાવનગર જ્ઞાતિના પ્રમુખ હિતેશભાઇ વ્‍યાસ, મંત્રી મહેશભાઇ દવે, પ્રમોદભાઇ ખંભોળીયા, નિલેશભાઇ દવે, એડવોકેટ વત્‍સલભાઈ દવે, જીગ્નેશભાઈ દવે(એરપોર્ટ),ભાવનાબેન હિતેશકુમાર વ્‍યાસ ઉપસ્‍થિત રહ્યા હતા જે તસવીરમાં નજરે પડે છે.(૯.ર૩)

રાજકોટ, તા.૨:    સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિજનો માટે આયોજક શ્રી ભાવનગર બાજ ખેડાવાળ બ્રાહ્મણ યુવક મિત્ર મંડળ, સહ આયોજક ભાવનગર બાજ મહિલા મંડળ દ્વારા સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિના તમામ જ્ઞાતિજનો એક જ સ્‍થળે હળે-મળે, ભાતળભાવના વિકસે, એકતા દર્શાવીએ, ભાવનગરની જ્ઞાતિની ર્બોડિંગના રીનોવેશન ખર્ચને પહોંચી વળવા, ભાવનગર જ્ઞાતિના જરૂરિયાતમંદ કુટુંબોને અસાધ્‍ય રોગમાં તબીબી સહાય,ભાવનગર શહેરની જ્ઞાતિ ર્બોડિંગમાં વિદ્યાર્થીઓને રહેવાની

સુવિધામાં વધારો કરવો તથા ભાવનગર શહેરમાં નવી જ્ઞાતિની વાડી બનાવવા માટે ભાવનગરમાં તા. ૪ અને ૫ જાન્‍યુઆરીના સોરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહમણ જ્ઞાતિનું ‘‘ નાત તેડુ''યોજાશે. ભાવનગર જ્ઞાતિના પ્રમુખ હિતેશભાઇ વ્‍યાસની આગેવાનીમાં મંત્રી મહેશભાઇ દવે,  બૈજુભાઇ વ્‍યાસ, પ્રમોદભાઇ ખંભોળીયા, નિલેશભાઇ દવે સહિત જ્ઞાતિના હોદેદારોની આગેવાનીમાં યોજાશે.તા. ૪ જાન્‍યુઆરીના આગમન રજિસ્‍ટ્રેશન બાદ કાર્યક્રમના પ્રારંભે સાંજે ૪ થી ૫.૩૦ યુવક, યુવતીઓ માટે પરિચય પસંદગી મેળાનું આયોજન છે.

 સાંજે ૫.૩૦ થી ૭ દરમિયાન જ્ઞાતિના ગામે ગામથી ઉપસ્‍થિત તમામ  મંડળોના હોદ્દેદારોની અગત્‍યની બેઠક બાજ વિઝન -૨૦૩૦ યોજાશે. સાંજે ૭ વાગ્‍યે શ્રી ક્ષિરજમ્‍બાં ભવાની માતાજી સહિત તમામ કુળદેવી માતાજીની સમૂહ મહાઆરતીનું આયોજન શાષાી હરેશભાઈ ડી. મહેતાની આગેવાનીમાં કરાયું છે. સાંજે ૭:૩૦થી ૯ બહારગામથી આવેલા જ્ઞાતિજનો તથા ભાવનગરના જ્ઞાતિજનો માટે ભોજન સમારંભ યોજાશે. રાત્રિના ૮:૩૦ થી૧૨૩૦ સુધી  લોકગાયક વિમલભાઈ મહેતા અને પ્રયાગ વિમલભાઈ મહેતા નો લોકડાયરો યોજાશે.

 તા.૫ને રવિવારે બીજા દિવસે સવારે ૯:૩૦ વાગ્‍યે જ્ઞાતિની કુમારીકાઓ દ્વારા વાજતે-ગાજતે મહેમાનોનું સ્‍વાગત- સામૈયુ કરાશે. સવારે ૧૦ વાગ્‍યે મહા અધિવેશનનો પ્રારંભ થશે જેમાં દાતાઓ અને મહેમાનોનું સન્‍માન કરાશે.જ્ઞાતિ ઉત્‍કર્ષ,શિક્ષણ, આરોગ્‍ય, સામાજિક, ઉતરદાયિત્‍વ વગેરેની વિશદ ચર્ચા, મંથન  થશે.

‘‘નાત તેડુ'' અંતર્ગત મહા અધિવેશન દરમિયાન સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિના તમામ વિદ્વાન કથાકાર શાષાીઓનું તોહમિલન તેમજ તેમના આધ્‍યાત્‍મિક અને ધાર્મિક જ્ઞાન અને દર્શનનો અમૂલ્‍ય લાભ કથાકાર મિલન કાર્યક્રમમાં મળશે.સમૂહ પ્રસાદ બહાર ગામના મહેમાનો અને ભાવનગરના તમામ જ્ઞાતિજનો માટે બપોરે ૧૨.૩૦ વાગ્‍યે યોજાશે.

 દાતા પરિવાર તા.૪ જાન્‍યુઆરીના સાંજના ભોજન સમારંભના દાતા પ્રવિણભાઈ કલ્‍યાણજીભાઈ દવે (હસ્‍તે જીગ્નેશભાઈ દવે) તથા તા.૫ જાન્‍યુઆરીને રવિવારે ભોજન પ્રસાદના દાતા પ્રતિકભાઇ મનીષભાઈ કાલરીયાના લગ્ન નિમિત્તે ( હસ્‍તે જીગ્નેશભાઈ દવે)  છે. જ્‍યારે તા.૪ અને ૫ જાન્‍યુઆરીના નોન સ્‍ટોપ નાસ્‍તા, ચા, પાણીની વ્‍યવસ્‍થા દાતા સ્‍વ. હર્ષાબેન( ભાનુબેન હરિભાઈ મહેતા હસ્‍તે હરિભાઈ ધનેશ્વર મહેતા,રાજેશભાઈ હરિભાઈ મહેતા( સુવિધા ઘરઘંટી રાજકોટ )ડો અર્ચન રાજેશભાઈ મહેતા છે. આ ઉપરાંત દિનકરરાય મૂળશંકર જોશી(રાજકોટ) ગૌરી ભાવ પરિવાર સહિત અનેક દાતાઓ તથા જુદા જુદા મંડળોનો દાનરૂપી સહયોગ પ્રાપ્ત થયો છે.

ફાઉન્‍ડર ટ્રસ્‍ટી અને ભાવનગર બાજ કમિટીના જટાશંકરભાઈ રામશંકરભાઈ દવે, ભાર્ગવભાઈ એસ.ભટ્ટ,અરવિંદભાઈ ટી. મહેતા, મધુભાઈ એન. મહેતા, અલ્‍પેશભાઈ યુ. દવે, દિલીપભાઈ દવે, અતુલભાઇ દવે, કિશોરભાઈ વ્‍યાસ,વિપુલભાઈ મહેતા,ડો. રાજુભાઈ દવે, હરેશભાઈ ડી. મહેતા, કિશોરભાઈ દવે, વિમલભાઈ બી.મહેતા, ડો. પૂર્ણેન્‍દુભાઈ મહેતા, જીગરભાઈ દવે, કિશોરભાઈ વ્‍યાસ, વિપુલભાઈ મહેતા, પંકજભાઈ દવે, મિતભાઈ પાઠક, ભુપતભાઈ એચ. જોશી,કલ્‍પેશભાઈ એમ.પાઠક, કેતનભાઇ દવે,રાકેશભાઈ ડોલીયા, નીરુભાઈ પાઠક,પ્રશાંતભાઈ ખંભોળીયા, મુકેશભાઈ જે. મહેતા, ભાસ્‍કરભાઈ બી.મહેતા, સંજયભાઈ મહેતા સહિતનાનો સહયોગ પ્રાપ્ત થયો છે.

સફળ બનાવવા માટે શ્રી સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર ભાવનગરના પ્રમુખ હિતેશભાઈ પી. વ્‍યાસ (મો.૯૩૭૪૧ ૭૯૬૫૫)ઉપપ્રમુખ અરવિંદભાઈ ટી. દવે (મો.૯૮૨૪૮ ૭૭૫૪૫) મંત્રી  મહેશભાઈ બી. દવે (મો.૮૪૮૫૯ ૦૫૦૪૯) પ્રમોદભાઈ ખંભોળીયા (મો.૭૫૬૭૩ ૮૭૦૮૫) બૈજુભાઈ પી. વ્‍યાસ(મો.૯૩૭૪૮ ૩૩૯૯૦),વાસુદેવભાઈ એમ.મહેતા (મો.૮૧૬૦૩ ૫૭૮૭૬) , નિલેશભાઈ યુ. દવે(મો.૯૮૯૮૪ ૩૫૭૦૩), પરેશભાઈ બી. જોષી(મો.૯૪૨૭૩ ૩૬૬૭૦) અથવા વત્‍સલભાઈ આર. દવે(મો.૯૩૭૪૩ ૦૭૩૦૭) જહેમત ઉઠાવે છે.

અખિલ ભારતીય શ્રી સોરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિના દેશ, વિદેશમાં વસતા જ્ઞાતિજનોને ભાવનગર આવવા  જ્ઞાતિના પ્રમુખ હિતેશભાઇ  વ્‍યાસ તથા મંત્રી મહેશભાઇ દવે તથા સમગ્ર જ્ઞાતિ મંડળના હોદેદારો સભ્‍યો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે

(11:56 AM IST)