તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
યુજીસી-નેટ પરીક્ષા સંદર્ભે કાલથી તા.૧૬ સુધી પરીક્ષા કેન્દ્રોની ૩૦૦ મીટર એરીયામાં પ્રતિબંધ હુકમો
એડી.કલેકટરનું જાહેરનામુઃ પરીક્ષાના દિવસે સાયબર કાફે- ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા આદેશો

રાજકોટ તા.રઃ ડિરેકટર જનરલશ્રી, રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી, નવી દિલ્હીના પત્ર અનુસાર રાજકોટ જીલ્લામાં તા.૦૩/૦૧/૨૦૨૪ થી તા.૧૬/૦૧/૨૦૨૫ દરમ્યાન સવારે ૦૯: ૦૦ કલાકથી સાંજના ૦૬:૦૦ કલાક સુધી યુ.જી.સી.-નેટ (UGC-NET) પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હોય આ પરીક્ષા શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં કોઈપણ જાતની રૂકાવટ ન આવે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દરખાસ્ત કરેલ છે. સદરહુ દરખાસ્ત મુજબ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-૧૬૩ હેઠળ નીચે મુજબના પરીક્ષા કેન્દ્રની ૩૦૦ મી. ત્રિજયાના વિસ્તારમાં સાયબર કાફે, ફોટોકોપી કે ઝેરોક્ષ અને પ્રિન્ટીંગ શોપ્સ ચાલુ ન રહે તે માટે અને અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ થઈ શકે તેવા વિજાણુ ઉપકરણો લઈ જવા અને ઉપયોગ ન થાય તે માટે હુકમ કરવો જરૂરી હોય, જાહેરનામુ બહાર પડાયું છે, એડી. કલેકટર.
જેથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩(BNSS) ની કલમ-૧૬૩ થી મળેલ અધિકારની રૂએ એ.કે.ગૌતમે યુ.જી.સી.-નેટ (UGC-NET)ની પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલ કેન્દ્રો પૈકી રાજકોટ ગ્રામ્ય જીલ્લા વિસ્તારના પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા કેન્દ્રની આસપાસના ૩૦૦ મીટર (ત્રણસો મીટર) ત્રિજયાના વિસ્તારમાં પરીક્ષામાં ગેરરીતી કરવાના ઈરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઈરાદાથી ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવું નહીં તેમજ પરીક્ષા સ્થળે વિજાણુ ઉપકરણો જેવા કે મોબાઈલ ફોન, વિજાણું ઘડિયાળ અને તે પ્રકારના અન્ય સાધનો/યંત્રો લઈ જવા નહી તેમજ રાજકોટ ગ્રામ્ય જીલ્લા વિસ્તારના પરીક્ષા કેન્દ્રોની ૩૦૦ મીટર (ત્રણસો મીટર) ત્રિજયાના વિસ્તારમાં આવતા સાયબર કાફે, ફોટોકોપી કે ઝેરોક્ષ અને પ્રિન્ટીંગ શોપ્સ પરીક્ષાના દિવસે અને સમયે બંધ રાખવી તેમજ પરીક્ષા સેન્ટરમાં ઉપલબ્ધ ઝેરોક્ષ તથા લીથો મશીનો પણ બંધ રાખવા હુકમો કર્યા છે.
(2:31 PM IST)










