<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- પનામા કેનાલ લઈને જ રહીશું…પુતિને આપી ચેતવણી ‘હાથ પણ ના લગાવતા’ : અમેરિકાએ 1999માં આ કેનાલ પનામાને સોંપી હતી,ટ્રમ્પે કહ્યું કે, અમે પનામા કેનાલનો કબજો પાછો લેવા જઈ રહ્યા છીએડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- પનામા કેનાલ લઈને જ રહીશું…પુતિને આપી ચેતવણી ‘હાથ પણ ના લગાવતા’ : અમેરિકાએ 1999માં આ કેનાલ પનામાને સોંપી હતી,ટ્રમ્પે કહ્યું કે, અમે પનામા કેનાલનો કબજો પાછો લેવા જઈ રહ્યા છીએ : ટ્રમ્પે કહ્યું કે, અમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે, જે ના થવું જોઈએ. પનામાએ અમને આપેલું વચન તોડ્યું છે. અમારા કરારનો હેતુ અને અમારી સંધિની ભાવનાનું સંપૂર્ણપણે ઉલ્લંઘન કરવામાં આવ્યુ5:10 PM IST

બિહારના બેફામ બેફામ ફાયરિંગ: પૂર્વ ધારાસભ્ય અનંત સિંહનો ચમત્કારીક બચાવ : બિહારના મોકામા તાલુકાના નૌરંગા-જલાલપુર ગામમાં મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ અને કુખ્યાત ગુનેગાર સોનુ-મોનુ ગેંગ વચ્ચે ભીષણ ફાયરિંગમાં મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહનો આબાદ બચાવ થયો હતો : ફાયરિંગની ઘટના બાદ નૌરંગા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે : સોનુ-મોનુ ગેંગે ગામના એક પરિવારને બેરહેમીથી માર માર્યો હતો. તેના પરિવારના તમામ સભ્યોને ઘરની કાઢીને તાળા મારી દેવામાં આવ્યા હતા : આ મામલાની માહિતી મળ્યા બાદ અનંત સિંહ પણ સોનુ મોનુના ઘરે ગયો હતો. અનંત સિંહને ઘરે જોઈને બન્ને ભાઈઓએ ફાયરિંગ કર્યુ હતું અને સ્થળ પરથી ફરાર થઈ ગયા છે : આ ફાયરિંગમાં અનંત સિંહ માંડ-માંડ બચ્યા છે. ફાયરિંગની ઘટનાથી ગામમાં ભયનો માહોલ છે.9:44 AM IST

આજથી, ૨૨ જાન્યુઆરીથી પર્વતો પર બરફવર્ષા શરૂ થશે. વરસાદી ગતિવિધિઓ ૨૩ જાન્યુઆરી સુધી ચાલુ રહી શકે છે. : પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. : આ સમયે, ઉત્તર ભારતમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે રહે છે, જેના કારણે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. : ૨૪ જાન્યુઆરીથી તાપમાન ઘટવાનું શરૂ થશે અને ૨૬ જાન્યુઆરીએ ફરી એકવાર ઠંડીનો અનુભવ થશે. : દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સુધી ઘટી જશે. : દક્ષિણ ભારતમાં હવામાન લગભગ શુષ્ક રહેશે, પરંતુ તમિલનાડુમાં ખૂબ જ હળવો વરસાદ થવાની સંભાવના છે: સ્કાયમેટનો વર્તારો10:34 PM IST

હિન્દુ સમાજના વિરાટ સેવાયજ્ઞને લોક સમક્ષ મૂકવાનું કાર્ય રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાના આયોજનથી કર્યું છે:ગૃહમંત્રી અમિતભાઇ શાહ : ત્રિ-દિવસીય હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનો કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે પ્રારંભ:ભારતના પ્રાણ પ્રશ્નો અને વર્ષોથી નિલંબિત સમસ્યાઓનું સમાધાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પાછલા દસ વર્ષમાં આવ્યું:મહાકુંભ મેળો સમરસતા અને એકતાનો સંદેશ આપે છે: અમિતભાઇ શાહ :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ:રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુરેશજી (ભૈયાજી) જોશીએ માર્ગદર્શન આપ્યું6:31 PM IST

9 અબજ ડોલરથી 57 અબજ ડોલર સુધી: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વના એક દાયકામાં ગુજરાતના FDI ઇક્વિટી ઇન્ફ્લોમાં 500 ટકાથી વધુનો વધારો : એપ્રિલ 2000થી અત્યારસુધીમાં રાજ્યએ મેળવેલ કુલ વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) પ્રવાહના 86% છેલ્લા એક દાયકામાં નોંધાયું : નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન, ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત ઔદ્યોગિક અને આર્થિક વિકાસના મોડેલ તરીકે ઊભર્યું : એપ્રિલ 2014થી સપ્ટેમ્બર 2024 દરમ્યાન ગુજરાતને 57.65 અબજ ડોલરનો FDI ઇક્વિટી ઇન્ફ્લો મળ્યો છે, જે છેલ્લા 24 વર્ષોમાં ગુજરાતમાં આવેલા કુલ 67.16 અબજ ડોલરના 86% : એપ્રિલ 2014થી સપ્ટેમ્બર 2024 દરમ્યાન ગુજરાતમાં 57.65 અબજ ડોલરનો FDI ઇક્વિટી ઇન્ફ્લો આવ્યો, જે આ સમયગાળા દરમ્યાન દેશમાં આવેલા કુલ 492.27 અબજ ડોલરના FDI ઇક્વિટી ઇન્ફ્લોના 11.7% :નાણાંકીય વર્ષ 2023-24ની સરખામણીમાં નાણાંકીય વર્ષ 2024-25ના પ્રથમ છ મહિનામાં ગુજરાતનો FDI ઇક્વિટી ઇન્ફ્લો અનુક્રમે 2.29 અબજ ડોલરથી વધીને 3.95 અબજ ડોલર (72.5% વૃદ્ધિ) થયો, જે 45.4%ની રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણો વધારે 3:37 PM IST

દીકરીઓને વધુને વધુ શિક્ષિત કરવાના અવીરત પ્રયાસોના ફળસ્વરૂપે ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં દીકરીઓના નામાંકન દરમાં ૩૩ ટકાનો વધારો નોંધાયો : ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનના પરિણામે દીકરી જન્મદર ૮૯૦થી વધીને ૯૫૫ થયો : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓમાં રહેલા સામર્થ્ય અને શક્તિને ખૂબ સારી રીતે ઓળખીને દેશમાં દીકરીઓનો જન્મદર વધારવા અને તેમને યોગ્ય શિક્ષણ આપી પગભર બનાવવાના ઉદ્દેશથી ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન શરૂ કર્યું'તુ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના નેતૃત્વમાં ગુજરાત સરકાર દીકરીઓના શિક્ષણ અને વિકાસને પ્રોત્સાહન આપવા સતત પ્રયત્નશીલ3:57 PM IST

કેન્‍સર વોરિયર અશ્વિન સોલંકીની જીવનયાત્રા ‘એક લાઈફ સ્‍ટોરી': કેન્‍સર પછીના સોનેરી જોડાણની સત્‍ય કહાનીઓ ‘કિંત્‍સુગી' : લેખિકા ઝરણાએ કેન્‍સરગ્રસ્‍તસ્ત્રીઓ વિશે અને કેન્‍સરને હરાવનાર યોધ્‍ધા વિશે બે પુસ્‍તકો ને શબ્‍દદેહ આપ્‍યો છે : પુસ્‍તક-૧: કિંત્‍સુગી ટેલ્‍સ, લેખિકાઃ ઝરણા, અક્ષરઃ શિરીષ મુંગરા, પંક્‍તિરોઃ ભારતી દિપક મહેતા, પ્રકાશક અને વિક્રેતાઃ કેન્‍સર કેર ફાઉન્‍ડેશન, રાજકોટ આવૃતિઃ પ્રથમ ઓક્‍ટોબર ૨૦૨૪, પૃષ્ઠઃ ૧૨૦, કિંમતઃ રૂ. ૨૧૦ : પુસ્‍તક -૨ એક લાઇફ સ્‍ટોરી(કેન્‍સર વોરિયર અશ્વિન સોલંકીની જીવનયાત્રા) લેખિકાઃ ઝરણા, અક્ષર :શિરીષ મુંગરા, કવરપૃષ્ઠ ડિઝાઇન : ફરીદા લોખંડવાલા, પ્રકાશક અને વિક્રેતાઃ કેન્‍સર કેર ફાઉન્‍ડેશન, રાજકોટઆવૃતિઃ પ્રથમ ઓક્‍ટોબર ૨૦૨૪,પૃષ્ઠઃ૭૨ કિંમતઃ રૂ. ૧૩૦3:52 PM IST

દિકરીએ કહ્યું આ મારો પ્રેમી છે...ને પિતાએ કાળઝાળ થઇ મંદિરમાંથી છરી લાવી ભોંકી દઇ પુરો કરી નાંખ્‍યો. : ઉપલેટાના ઇસરાથી રાજકોટ રેલનગરમાં પરણેલી પ્રેમિકાને મળવા આવેલા બે સંતાનના પિતા આસીફની પ્રેમિકાની નજર સામે જ હત્‍યા : પીજીવીસીએલના નિવૃત કર્મચારી ૬૫ વર્ષના રાજેન્‍દ્રભાઇ રાઠોડે દિકરીના પ્રેમીને છરી ઝીંકી પછી પોતાની જ કારમાં દવાખાને પહોંચાડવા પ્રયાસ કર્યોઃ ત્‍યાં ૧૦૮ આવી ગઇઃ પણ લોહી ખુબ વહી ગયું હોઇ આસીફનો જીવ ન બચ્‍યો હત્‍યાના આરોપી વૃધ્‍ધ પીજીવીસીએલના નિવૃત લાઇન ઇન્‍સ્‍પેક્‍ટર છેઃ પત્‍નિના અવસાન બાદ દિકરી-જમાઇને પોતાની સાથે રહેવા બોલાવ્‍યા'તા પીઆઇ પી. આર. ડોબરીયા, પીએસઆઇ બેલીમ, પીએસઆઇ બોરીસાગર અને ટીમે આરોપીની અટકાયત કરીઃ છરી કબ્‍જે લેવા તજવીજ પરણેલાઓની પ્રેમકહાનીનો પ્રેમીની હત્‍યા સાથે આવી ગયો લોહીયાળ-કરૂણ અંત11:21 AM IST

આઝાદ ભારતના વિવિધ જ્ઞાતિ-જાતીને અનેકવિધ ધર્મમાં આસ્‍થાને શ્રધ્‍ધા ધરાવતા એકસો ચાલીસ કરોડ પ્રજાનો અતિ અમૂલ્‍ય ગ્રંથ બંધારણ :પ્રજાસતાક પર્વે બંધારણની આછેરી ઝલક-તખુભા રાઠોડ : ભારતને આઝાદી બાદ દેશને અનુરૂપ બંધારણ આપવાનું સુચન તે સમયના બ્રિટીશ વડાપ્રધાન મી.કેલમેન્‍ટનું હતું. વિશ્વના લોકશાહી દેશમાં અમેરિકાનું બંધારણ જુનુ છે. સને ૧૭૮૯ માં અમેરીકામાં બંધારણ અમલમાં આવેલ. ટચુકડા દેશ મોનાકોનું બંધારણ સૌથી નાનું છે. માત્ર ૩૮૧૪ શબ્‍દોમાં બંધારણ લખાયેલું છે. દેશની તમામ પ્રજાને અનુકુળ અમૂલ્‍ય બંધારણ મળે તે માટે દેશના વિવિધ ક્ષેત્રના ૨૪૮ તજજ્ઞોની એક બંધારણ સમીતીનું ગઠન કરવામાં આવેલ જેમાં ૧૫ સભ્‍યો, મહીલા હતી. આ સમીતીના પ્રમુખપદે પૂર્વ રાષ્‍ટ્રપતિ ડો.રાજેન્‍દ્ર પ્રસાદ ને ડ્રાફટીંગ સમીતીના પ્રમુખપદે ડો.આંબેડકરે સેવા આપેલ બંધારણ સમીતીની રાત દિવસની સખ્‍ત મહેનતથી બંધારણને આખરી સ્‍વરૂપ આપવા ૨ વર્ષ ૧૧ મહિનાને ૧૮ દિવસનો સમય લાગેલ તે સમયે બંધારણ તૈયાર કરવાનો કુલ ખર્ચ રૂા.૬૩,૯૬,૭૨૯ થયેલ. દેશની પ્રજાને લોકશાહી માળખામાં અમૂલ્‍ય બંધારણ મળે તે માટે બંધારણ સમીતીએ વિશ્વના સાંઇઠ દેશોનો બંધારણનો ઉંડો અભ્‍યાસ કરેલ આપણું બંધારણ હિન્‍દી અને અંગ્રેજીમાં હાથેથી લખાયેલ છે જેમાં હિન્‍દીમાં અતિ સુંદર અક્ષરે લખવાની કામગીરી શ્રી પ્રેમ બિહારી રાયજાદાએ અને અંગ્રેજીમાં શ્રી રામમનોહર સિંહએ કરેલ છે આપણા બંધારણમાં ૨૫-ભાગ-૪૪૮ કલમ અને ૧૨-શેડયુઅલને તેના ૨૩૧ પાના છે. જે વિશ્વના લોકશાહી દેશમાં સૌથી મોટુ બંધારણ છે. બંધારણના વિવિધ પાનામાં કલાની અતિ સુંદર ને મનમોહક ચિત્રો દોરવાની સુંદર કામગીરી પ્રસિધ્‍ધ કલા સંસ્‍થા શાંતિ નિકેતનના અતિ ઉતમ કલાકાર શ્રી નંદલાલ બોઝે બજાવેલ છે.4:05 PM IST

આણંદપર ખાતેની કરોડોની ખેતીની જમીનમાં વારસાઇના બહાને બહેનોના નામ કમી કરાવી બીજાને વેંચી નંખાઇ! : પાંજરાપોળ મેલડી માતાના મંદિર પાસે રહેતાં વૃધ્‍ધા શાંતાબેન સોલંકીની ભાઇઓના વારસદારો વિરૂધ્‍ધ ફરિયાદ : પોલીસ કમિશનરને થયેલી લેખિત ફરિયાદમાં ખરીદનાર બિલ્‍ડર પરેશ ગજેરા સહિત ૨૩ જણાના નામો : શાંતાબેનને ભાઇઓએ કહ્યું- આપણી ખેતીની જમીનમાં વારસાઇ કરવાની છે, તેમાં તમારા અંગુઠાનું નિશાન કરવાનું છે,તેથી બધી જમીન આપણા ખાતામાં આવી જાયઃ શાંતાબેન અંગુઠો મારી દીધા પછી ખબર પડી કે બારોબાર રેવન્‍યુ રેકર્ડમાંથી તેમનું નામ પણ કમી કરાવી નખાયું છેઃ કબુલાતનામુ આપ્‍યુ નથી છતાં રેવન્‍યુમાં એન્‍ટ્રી પડાવી લીધી12:20 PM IST