તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
મોટા માથાઓને પંપાળતા સાગબારા વીજ કંપનીના અધિકારીઓ સામે કોણ પગલા લેશે
આંગણવાડીનું કામ કરતી એજન્સી અને પંચાયત દ્વારા થતી વીજ ચોરીમાં માત્ર એજન્સીના કામદારને બકરો બનાવ્યો

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં અનેકવાર વીજ કંપનીની બહારની ટીમો આવી આકસ્મિક ચેકીંગ કરી વીજ ચોરી પકડે છે પરંતુ ખાટલે મોટી ખોડની જેમાં વીજ ચોરી કરતા મોટા માથાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જ્યારે ગરીબ નાના વ્યક્તિઓ પર દોષનો ટોપલો નાંખી દેવાઈ છે
વાત કરીએ જિલ્લાના સાગબારા તાલુકાના પાટ ગામની તો આ ગામમાં તાજેતરમાં વીજ કંપનીએ વીજ ચોરી પકડી ૧૭૭૮૩ રૂપિયા જેવો દંડ ફટકાર્યો પરંતુ ત્યાં ચાલતા આંગણવાડીના કામમાં વપરાતું કટર મશીન લંગરીયા નાખી ચાલતું હતું અને આ વીજ ચોરીમાં એક રાકેશ ડામોર નામના કામદાર સામે વીજ ચોરી નો કેસ કર્યો જેમાં ખરેખર આંગણવાડી બનાવતી એજન્સી સામે પગલાં લેવાના બદલે દોષનો ટોપલો કામદારના માથે નાંખી વીજ અધિકારીઓ એ જાણે એજન્સીનો સીધો બચાવ કર્યો હોય તેવું લાગ્યું, જ્યારે ત્યાં બાજુ માં જ પંચાયતની એક પાણીની ટાંકીમાં પણ લંગરિયા નાખી વીજ જોડાણ ચાલતું ઝડપાયું પરંતુ પંચાયત પર કોઈજ કાર્યવાહી નહી કરાઈ આમ એજન્સી અને પંચાયતનો સીધો બચાવ કરાતા સ્થાનિક લોકોમાં એવી ચર્ચા ચાલી કે એજન્સી અને પંચાયતનો બચાવ કરવામાં કોના ખિસ્સા ગરમ થયા..? શું આ રીતે વીજ કંપની ગરીબ આદિવાસીઓને હેરાન કરી મોટા માથાને બચાવી પોતાનો અંગત ફાયદો કરે છે કે કોઈ દબાણને વશ થઈ બેવડી રમત રમે છે..? દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સુરત વડી કચેરીમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ આ મુદ્દે તટસ્થ તપાસ કરી કડક પગલા લે તેવી માંગ ઉઠી છે.
(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
