<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

Iphone અને Android પર અલગ ભાડું શા માટે?

ભારત સરકારે કેબ એગ્રીગેટર પાસેથી જવાબ માંગ્યો અલગ-અલગ ફોન યુઝર્સ માટે કિંમતો અલગ-અલગ કેમ ? તે અંગે ઓલા અને ઉબેર પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી ફોનના આધારે એપનું ભાડું પણ અલગ હતુ જેથી CCPA દ્વારા નોટિસ જારી કરવામાં આવી અને કેબ સર્વિસ પાસેથી જવાબ માંગવામાં આવ્યો જો કે ઓલા અને ઉબેરે આ મામલે કોઈ જવાબ આપ્યો નથી

નવી દિલ્હી તા.૨૩ : ભારત સરકારના મંત્રાલય દ્વારા કેબ એગ્રીગેટરને નોટિસ આપવામાં આવી છે અને જવાબ માંગવામાં આવ્યો છે. આ નોટિસ ઓલા અને ઉબેરને મોકલવામાં આવી છે. કેબ એગ્રીગેટર પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી છે કે કેમ અલગ-અલગ ફોન યુઝર્સ માટે અલગ-અલગ કિંમતો બતાવવામાં આવી રહી છે. આ નોટિસ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) દ્વારા જાહેર કરવામાં આવી છે.

આ નોટિસ એવા સમયે આવી છે જ્યારે તાજેતરના અહેવાલો સામે આવ્યા છે કે Ola અને Uber ફોનના મોડલના આધારે અલગ-અલગ ભાડા બતાવી રહ્યા છે. વિવિધ ઉપકરણોમાં Apple iPhone અને Android ફોનનો સમાવેશ થાય છે.

પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ફોન મોડલ એટલે કે એન્ડ્રોઈડ અને આઈફોનના આધારે એપનું ભાડું પણ અલગ હતું. CCPA દ્વારા નોટિસ જારી કરવામાં આવી છે અને કેબ સર્વિસ પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે. જો કે ઓલા અને ઉબેરે આ મામલે કોઈ જવાબ આપ્યો નથી.

કેન્દ્રીય ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ પણ X પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને આ માહિતી શેર કરી છે.

Android અને iPhone સ્માર્ટફોનની દુનિયામાં બે અલગ-અલગ પ્લેટફોર્મ છે. ગૂગલનું એન્ડ્રોઇડ પ્લેટફોર્મ એ જ છે, જ્યારે એપલનો આઇફોન iOS17નો ઉપયોગ કરે છે.

(4:33 PM IST)