<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

શાપર-વેરાવળમાં હેલ્‍મેટ વિના ૧૦૦ વાહન ચાલકો દંડાયા

રાજકોટ, તા. ર૩: શાપર-વેરાવળ પોલીસે માર્ગ અકસ્‍માતો ઘટાડવા હેલ્‍મેટ ઝુંબેશ હાથ ધરી હેલ્‍મેટ વિના નીકળેલ ૧૦૦ વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો.

જિલ્લા પોલીસ વડા હીમકરસિંહ દ્વારા જિલ્લામાં અક્‍સમાતના બનાવો બનતા અટકાવવા લાયસન્‍સ, હેલ્‍મેટ પહેર્યા વગર વાહન ચલાવતા ચાલકો વિરુધ્‍ધ કેશો કરવા ખાસ સુચના થયેલ હોય જે અંતર્ગત ગોંડલ ડીવીઝન ડી.વાય.એસ.પી. કે.જી. ઝાલા ના માર્ગદર્શન મુજબ શાપર વેરાવળ પોલીસ સ્‍ટેશના પો.ઈન્‍સ. આર.બી.રાણા તથા સ્‍ટાફ હેલ્‍મેટ વગરના વાહન ચાલકોને કુલ-૧૦૦ એન.સી. તથા કુલ ૫૦,૦૦૦/- રોકડ દંડ વસુલ કરવામા આવેલ છે. તથા એમ.વી.એક્‍ટ. ક. ૨૦૭ મુજબ કુલ ૧૬ વાહન ડીટેઈન કરવામા આવેલ છે તેમજ એમ.વી.એક્‍ટ ક. ૧૮૫ મુજબ ૧ કેસ તથા બી.એન.એસ. ક. ૨૮૫ મુજબ ૧ કેસ કરવામા આવેલ છે.(૬.૭)

(2:40 PM IST)