તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
જામજોધપુરમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા વિરદાદા જશરાજ શોર્યદિન નિમિત્તે રક્તદાન કેમ્પ

જામજોધપુર :. લોહાણા મહાજન વાડી ખાતે શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા વિરદાદા જશરાજ શોર્ય દિન નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા રઘુવંશી યુવક મંડળના પ્રમુખ મુનાભાઈ ચોંટાઈ , ઉપપ્રમુખ રસિકભાઈ રાજાણી, કિશનભાઈ પોપટ , સાગરભાઈ મજેઠીયા, વિકાસભાઈ માણેક તેમજ સમગ્ર યુવક મંડળે મોટી જહેમત ઉઠાવી હતી, સાથોસાથ ગૌ માતાને લાડુ પણ વિતરણ કરવામાં આવ્યા હતા ,તેમજ સમુહ જ્ઞાતિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. (તસ્વીર-અહેવાલ : દર્શન મકવાણા, જામજોધપુર)
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
