તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Thursday, 23rd January 2025
જીવનનગર સમિતિ દ્વારા પ્રજાત્તાક પર્વે ધ્વજ વંદન - એકતા રેલી અને મશાલ સરઘસ

રાજકોટ તા. ૨૩ : ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહાદેવધામ સમિતિ અને મહિલા મંડળના ઉપક્રમે પ્રજાસત્તાક પર્વ નિમિતે ધ્યવજવંદન સાથે રાષ્ટ્રીય એકતા રેલી, મશાલ સરઘસ, શૌર્ય ગીત, વેશભૂષા સહીત અનેક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. ૨૬ જાન્યુઆરીના સવારે ૮ કલાકે મહાદેવધામ, ૪-જીવનનગરમાં રાષ્ટ્રીય એકતા રેલીને પ્રસ્થાન અપાશે. જેમાં બાળકો દેશપ્રેમના સુત્રોચ્ચાર અને સંતોની વેશભૂષા પરિધાન કરીને જોડાશે. સમિતિ દ્વારા જનજાગૃતિ અર્થે મશાલ સરઘસ યોજવામાં આવશે. અનિલજ્ઞાન મંદિર અને સ્વસ્તિક વિદ્યાલયના છાત્ર-છાત્રાઓ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરશે. જેનું સંચાલન આચાર્ય છાયાબેન દવે અને શિક્ષિકા બહેનો કરશે.
સમગ્ર રાષ્ટ્રીય પર્વને સફળ બનાવવા વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડયાના નેતૃત્વમાં અંકલેશભાઇ ગોહીલ, પંકજભાઇ મહેતા, ડો. તેજસ ચોકસી, વિનોદરાય ઉપાધ્યાય, મુકેશભાઇ પોપટ, પાર્થ ગોહેલ, યોગીતાબેન જોબનપુત્રા, શોભનાબેન ભાણવડીયા, અલ્કાબેન પંડયા, સુનિતાબેન વ્યાસ, ભારતીબેન ગંગદેવ, વાસંતીબેન રાવલ, હર્ષાબેન પંડયા એડવોકેટ, ભદ્રાબેન ગોહેલ, પ્રફુલ્લાબેન બોરીચા, બીનાબેન, ભારતીબેન, મીનાબેન, ભાવનાબેન, પારૂલબેન, દિપ્તીબેન, જયશ્રીબેન, જયોત્સનાબેન, કાજલબેન, રક્ષાબેન વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
(4:09 PM IST)










