તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
કાલે દેશભકિતનો જુવાળ છલકશેઃ જાગો હિન્દુસ્તાની સ્ટેજ શો
મનપા દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે રાત્રે ૯ કલાકે નિઃશૂલ્ક આયોજન : કાર્યક્રમમાં ૩૬ થી વધુ કલાકારો સાઉન્ડ, કોરીયોગ્રાફી તથા સ્પેશ્યલ ઇફેકટથી દેશભકિતના ગીતો રજુ કરશેઃ શહેરીજનોને ઉમટી પડવા પદાધિકારીઓની હાકલ

રાજકોટ તા.૨૩ : મહાનગરપાલિકા દ્વારા કાલે તા.૨૪ને શુક્રવારના રોજ ‘‘પ્રજાસત્તાક પર્વ''ની ઉજવણીના ભાગરૂપે દેશભક્તિના ગીતોનો સ્ટેજ શો ‘‘જાગો હિંદુસ્તાની'' કાર્યક્રમં હેમુ ગઢવી હોલ ખાતે આયોજન કરેલ છે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટય જાણીતા વક્તા અને લેખક જય વસાવડાના હસ્તે કરી, શુભારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.
મનપા પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાઅજણાવલ કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોમાં દેશભક્તિની ભાવના જાગળત થાય અને દેશપ્રેમ જાળવી શકાય તેવા ઉમદા આશયથી કાલે તા.૨૪ને શુક્રવારના રોજ રાત્રે ૦૯:૧૫ કલાકે, શ્રી હેમુ ગઢવી નાટયગળહ, ટાગોર રોડ ખાતે ‘‘પ્રજાસત્તાક પર્વ''ની ઉજવણીના ભાગરૂપે દેશભક્તિના ગીતોનો સ્ટેજ શો ‘‘જાગો હિંદુસ્તાની'' કાર્યક્રમનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટય જાણીતા વક્તા અને લેખક જય વસાવડાના વરદ્ હસ્તે કરી, શુભારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર માન. શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.
આ ‘‘જાગો હિંદુસ્તાની'' કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડો.માધવભાઈ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, મહાનગરપાલિકાના કોર્પોરેટરો, અધિકારી-કર્મચારીઓ, પ્રેસ-મીડિયાના પ્રતિનિધિઓ, સંગઠનના હોદેદારો તેમજ બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેશે.
‘‘જાગો હિન્દુસ્તાની'' કાર્યક્રમમાં ૩૬ થી વધુ કલાકારો દ્વારા અદ્યતન સાઉન્ડ, શ્રેષ્ઠ કોરિયોગ્રાફી, એલ.ઈ.ડી.ની સ્પેશ્યલ ઈફેક્ટ દ્વારા દેશભક્તિના ગીતનો એક ભવ્ય સ્ટેજ શો કરવામાં આવશે. અગાઉ વાઘાબોર્ડર પર ભારતનો પ્રથમ દેશભક્તિ ગીતનો કાર્યક્રમ યોજાયેલ હતો. આ કાર્યક્રમથી કલાકારો દ્વારા ખાસ પ્રકારે દેશભક્તિ ગીતોથી રાષ્ટ્રભાવના જાગળત કરવાનો એક ઉમદા પ્રયાસ કરવામાં આવનાર છે.
મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ શહેરીજનોને આ દેશભક્તિના ગીતોનો સ્ટેજ શો ‘‘જાગો હિન્દુસ્તાની'' કાર્યક્રમ માણવા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે
(4:15 PM IST)










