તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
વડોદરાની ખાનગી યુનિવર્સીટીના વિદ્યાર્થી લઈ જતા વાહનને અકસ્માત: 7 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત
વિદ્યાર્થીઓ ભરેલા છકડાને ટક્કર મારી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. છકડામા બેઠેલા 11 મુસાફરો પૈકી 7 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા

વડોદરાની ખાનગી યુનિવર્સીટીના વિદ્યાર્થીઓને લઈ જતા વાહનને અકસ્માત નડ્યો છે. જેમાં 7 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. આમોદર દુરદર્શન ટાવર પાસે ટ્રકની ટક્કરે છકડો પલટ્યો હતો. ટ્રકે બાજુમાંથી પસાર થતા છકડાને ટક્કર મારી હતી. વિદ્યાર્થીઓ ભરેલા છકડાને ટક્કર મારી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. છકડામા બેઠેલા 11 મુસાફરો પૈકી 7 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. સદનસીબે અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાની નહીં.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
