તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
અકિલા ન્યુઝ : ભક..ભક...ભક આવો અવાજ હવે કદાચ નહિ સંભળાય, તમે દારૂ..નશીલા પદાર્થ..અખાદ્ય ફૂડનો નાશ જોયો હશે પરંતુ રાજકોટ પોલીસ દ્વારા બુલેટના ફેન્સી સાઇલેન્સરનો નાશ કરાયો, બુટેલમાં ફેન્સી સાઇલેન્સર લગાવી ભડાકા કરતા લોકોના બુલેટ ડિટેઇન કરી કાર્યવાહી કરવામાં આવી હતી અંદાજે 350 ફેન્સી સાઇલેન્સરનો નાશ કરાયો હતો. રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડિયો
ખાસ ઝુંબેશ અંતર્ગત ૪૯૭ બૂલેટ ડિટેઇન કરાયા હતાં: જેમાંથી ૩૫૦ ચાલકો અસલી સાયલેન્સર સાથે હાજર થતાં કાર્યવાહીઃ બાકીના ૧૯૭ની જોવાતી રાહઃ ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, એસીપી જે. બી. ગઢવીની હાજરીમાં શિતલપાર્ક ખાતે કાર્યવાહી

રાજકોટઃ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા પંદર દિવસ દરમિયાન સતત ડ્રાઇવ યોજીને બૂલેટમાં મોડીફાઇડ સાયલેન્સર લગાવાયા હોઇ તેવા ૪૯૭ બૂલેટ ડીટેઇન કર્યા હતાં. આ પૈકી ૩૫૦ બૂલેટમાંથી સાયલેન્સરો કઢાવીને તેના પર રોડરોલર ફેરવી દેવામાં આવ્યા હતાં. નિયમો અનુસાર રાજકોટમાં છેલ્લા પખવાડીયાથી ટ્રાફિક બ્રાંચે મોડર્ડીફાઈડ ડિટેઈન કર્યા છે. જેના તમામ મોડીફાઈડ કરેલા સાયલેન્સરો સાયલેન્સર ધરાવતાં બુલેટ સામે ઝુંબેશ આદરી ૪૯૭ બુલેટ ડિટેઈન કર્યા છે. જેના તમામ મોડીફાઈડ કરેલા સાયલેન્સરો ટ. ઉપર આવતીકાલે રોડ રોલર ફેરવી દેવામાં આવશે. કોઈપણ વાહનચાલક કે માલિક પોતાના વાહનમાં મોડીફાઈડ કરેલા સાયલેન્સરો ફિટ કરાવી શકાતા નથી, આમ છતાં ખાસ કરીને બૂલેટમાં મોડીફાઈડ સાયલેન્સરો ફિટ કરાવાય છે. આવા સાયલેન્સર ધરાવતાં ાવહનો શોધી કાઢવા પંદર દિવસથી ટ્રાફિક બ્રાંચે ઝુંબેશ શરૂ કરી હતી. જે અંતર્ગત ૪૯૭ બુલેટ ડિટેઈન કર્યા હતાં. જેમાંથી ૩૫૦ જેટલા બુલેટ ચાલકોએ ટ્રાફિક બ્રાંચનો સંપર્ક કરતાં તમામને ઓરીજીનલ સાયલેન્સર નખાવવા સૂચના આપી હતી. એટલું જ નહીં કોર્ટનો હુકમ લઈ આ તમામના મોડીફાઈડ સાયલેન્સર કબ્જે કર્યા હતાં. અવાજનું પ્રદુષણ ફેલાવતાં આવા સાયલેન્સરો ઉપર જેમ જપ્ત થયેલા ગેરકાયદે દારૂના જથ્થા ઉપર રોડરોલર ફેરવવામાં આવે છે એવી જ રીતે આજે ટ્રાફિક બ્રાંચના શિતલ પાર્ક ટોઇંગ સ્ટેશન ખાતે રોડરોલર ફેરવવામાં આવ્યા હતાં. બાકીના ૧૯૭ બૂલેટ ચાલકોએ હજુ ટ્રાફિક પોલીસનો સંપર્ક કર્યો નથી. રોડરોલર ફેરવવાની કામગીરીના દ્રશ્યો અને તે વખતે હાજર રહેલા ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, એસીપી જે. બી. ગઢવી, પીઆઇ સહિતનો સ્ટાફ જોઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)
(2:45 PM IST)










