તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
રાજકોટમાં કાલાવડ રોડ પર સુવર્ણ ભૂમિ એપાર્ટમેન્ટમાં ડોકટર જય પટેલનું મોતઃ આપઘાત કર્યાની શંકાએ તપાસ

રાજકોટઃ શહેરના કાલાવડ રોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે સુવર્ણભૂમિ એપાર્ટમેન્ટ ૬૦૨માં રહેતાં ડો. જય માધવજીભાઇ પટેલ (ઉ.વ.૩૫)નું મૃત્યુ થયું છે. તેમણે દવાનો ઓવરડોઝ લઇ લેતાં મોત થયાની ચર્ચા છેઃ ડોકટરે આપઘાત કર્યો કે કેમ? તેની તપાસ થઇ રહી છેઃ મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવવા તજવીજ થઇ રહી છેઃ તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતીઃ તેઓ એક મોટી હોસ્પિટલમાં નોકરી કરતાં હોવાનું બહાર આવ્યું છેઃ તાલુકા પીઆઇ ડી. એમ. હરીપરા, પીએસઆઇ ડીંડોર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો
(5:11 PM IST)










