તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
મજૂરી કામ કરતા યુવકને ૧.૯૬ કરોડનો GST ભરવાની નોટિસ મળી
કર્ણાટકના બેંગલુરુ જીએસટી વિભાગની નોટિસ મળતાં છેતરપિંડી સામે આવી હતી

અમદાવાદ, તા.૨૩: પાટણના દુદખા ગામે રહેતા અને મજૂરી કામ કરતાં યુવકને ૧.૯૬ કરોડનો જીએસટી ભરવાની નોટિસ મળતાં પરિવાર ચોંકી ઉઠયું હતું. કર્ણાટકના બેંગલુરુ જીએસટી વિભાગની નોટિસ મળતાં છેતરપિંડી સામે આવી હતી. બનાવટી દસ્તાવેજો બનાવી છેતરપિંડી આચરવામાં આવી હતી. અલગ અલગ રાજ્યોમાં ૧૧થી વધુ પેઢીઓના નામે કરોડોનું ટર્ન ઓવર ખૂલ્યું હતું. મજૂરી કામ કરતા યુવકને કરોડોનો ટેક્ષ ભરવાની નોટિસ મળતા પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ભોગ બનનાર યુવકના પરિવારે ગળહવિભાગ અને ક્રાઇમ બ્રાંચમાં રજૂઆત કરી હતી.
પાટણના સમી તાલુકાના દુદખા ગામના સુનીલ સથવારા નામના યુવકે જણાવ્યું કે, મારા ગામડે ટપાલ દ્વારા બેંગલોરથી નોટિસ આવી છે. મેં નોટિસ ખોલી તો એ ઇન્કમટેક્ષ વિભાગની હતી. જેમાં ૧.૯૬ કરોડ રૂપિયાનો મારે ટેક્ષ ભરવાનો હોવાનું જણાવાયું છે. મારા નામની વિવિધ જગ્યાએ ૧૧ પેઢીઓ ચાલુ કરવામાં આવી છે. અમે વકીલની સલાહ લઇને સાયબર વિભાગમાં ફરિયાદ કરી હતી.
નોટિસમાં જણાવાયા મુજબ, યુવકના નામે વિવિધ રાજ્યોમાં ૧૧થી વધુ પઢીઓમાં કરોડોનું ટર્નઓવર થયું છે. યુવકના કહેવા મુજબ, તે મજૂરી કામ કરે છે. કોઈ વ્યક્તિએ તેના નામના ખોટા દસ્તાવેજો બનાવીને છેતરપિંડી આચરી છે.
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
