News of Thursday, 23rd January 2025
બ્રીજ નીચેનો ગેમઝોન રદ ન થાય તો આંદોલનઃ હાથ સે હાથ જોડો કોંગ્રેસ

રાજકોટ તા. ર૩: ફલાય ઓવર કે અન્ય બ્રિજ નીચે જમા થતી ગંદકી અને ગેરકાયદેસર પાર્કિગ રોકવા તેનું બ્યુટીફિકશન કરવા ગેમઝોન અને ફૂડ જોન શરૂ કરવા આવશે.. અને આ બધું સંભાળવા માટે ખાનગી એજન્સીઓને સોપવામાં આવશે તેવી સ્ટેન્ડીંગ ચેરમેને કરેલી સ્પષ્ટતા કોંગ્રેસની હાથ સે હાથ જોડો સમિતિએ કોર્પોરેશનની નિષ્ફળતા ગણાવી છે.
પ્રજાને ભ્રમિત કરવાની આ પ્રેરવી સામે કોંગ્રેસહાથ સે હાથ જોડો સમિતિ દ્વારા આ ગેમઝોનનો ઉગ્ર વિરોધ કરવામા આવ્યો છે. જો આ જોખમી જણાતા ગેમઝોન કે ફૂડ ઝોનની કામગીરી રોકવામાં નહી આવે તો શહેર કોંગ્રેસ હાથ સે હાથ જોડો સમિતિના પ્રમુખ કલ્પેશભાઇ કુંડલિયા, સમિતિ સભ્યો દીપકભાઇ મકવાણા અને નંદાભાઇ ડાંગર ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામા઼ આવશે. તેવી ચીમકી એક યાદીના માધ્યમથી આપી છે.
(3:27 PM IST)










