<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

આધેડ મહિલાનું અપહરણ કરી આજી ડેમ પાસે લઇ જઇને ઘાતકી હત્યા કરવા અંગે પકડાયેલ આરોપીને આજીવન કેદ

ઘરે આવવા-જવાના સંબંધ હોય આરોપી સસ્તુ સોનું આપવાની લાલચ આપી મહિલાને લઇ જઇને તેના ઘરેણા ચોરીની હત્યા કરી હતીઃ સાંયોગીક પુરાવાના આધારે કોર્ટે આરોપીને સજા ફટકારી

રાજકોટ તા. ર૩ :.. શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલી સંત કબીર રોડ પરની ત્રિવેણી સોસાયટીની પરિણીતાનું અપહરણ કરી ભાવનગર હાઈવે નજીક આવેલી ગૌશાળા પાછળ અવાવરૂ  સ્થળો લઇ જઈ  મોતને ઘાટ ઉતારવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે ઙ્કભાત અવાડિયાને આજીવન કેદ અને દંડ ફટકારતો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરના સંત કબીર રોડ પર આવેલી ત્રિવેણી સોસાયટી શેરી નંબર ૧માં રેહતી પરણીતા ગુમ થયા અંગેની પતિ મહેશભાઈ ઉર્ફે ગોરધનભાઈ બચુભાઈ મકવાણાએ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુમ અંગેની જાણ કરી હતી.

બાદ રાજકોટ ભાવનગર ધોરી માર્ગ પર આવેલા વિઠ્ઠલવાવ ગૌશાળા પાછળ આવળ માતાજીની ધાર ના પેટાળમાંથી માનવીય આવ્યો પગ અને સ્ત્રીના કપડા પડ્યા હોવાની બી ડિવિઝન પોલીસને જાણ થતા દોડી જાય પોલીસે માનવીય પગનું અને ગુમ થયેલી પરણીતા ની  પુત્રનું ડીએનએ કરતા  મેચ થયું હતું. મૃતક ગોરધનભાઈ બચુભાઈ મકવાણા ના પત્ની હોવાનું ખુલ્યું હતું.

બી ડિવિઝન પોલીસે મૃતકના પતિ મહેશભાઈ ગોરધનભાઈ મકવાણા ની ફરિયાદ પરથી પોલીસે પ્રભાત આપા અવાડિયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રભાત આપા અવાડિયાની ધરપકડ કરી  હત્યા ,લુટ અને અપહરણ ની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. ઝડપાયેલ પ્રભાત અવાડીયા ની પ્રાથમિક પૂછપરછમાં પરણીતાને   સસ્તા ભાવે સોનાના બિસ્કીટ આપવાની લાલચ આપી સોના ચાંદીના ઘરેણા  મેળવી લીધેલા અને પોતાના બાઈક પર બેસાડી પરણિતાને  ભાવનગર હાઈવે પર આવેલા વિઠ્ઠલવાવ ગૌશાળા પાછળ આવળ માતાજીની ધાર પાસે લઈ જઈ તેઓએ પહેરેલા ઘરેણા લૂંટી લઇ દોરડા વડે ગળે ટૂંકો આપી માથામાં પથ્થરના ઘા ઝીકી  મોત નિપજાવ્યું હતું .

પોલીસે તપાસ દરમિયાન બનાવમાં ઉપયોગમાં લેવાયેલ દોરડું તેમજ માથામાં  મારવામાં આવેલા પથ્થરો કબજે કર્યા હતા.

 બાદ તપાસ પૂર્ણ થતા તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જસીટ રજૂ કરવામાં આવી હતી.  કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ  સરકાર તરફે આ સંપુર્ણ કેસ ચલાવતા એડી' પી.પી. કમલેશ ડોડીયા દ્વારા કુલ ૧૮ સાહેદો તપાસવમાં આવેલા હતા. કુલ ૫૧-દસ્તાવેજો કોર્ટમાં રજુ કરી તે સાબિત કરવામાં આવેલ હતા.

જેમાં   ગુજરનારના ઘરેણા વેંચી આરોપી દ્વારા પોતે  જે લોકો પાસેથી  વ્યાજે લીધેલ રકમ ઘરેણા વેંચી તેમાંથી આવેલ રકમમાંથી દેણુ ચુકવવામાં આવેલ હતું. તે રકમ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલી તેમજ આરોપીને રકમ આપનાર લોકોને પણ સાક્ષી તરીકે તપાસવામાં આવેલા હતા.

સંપુર્ણ સાંયોગીક પુરાવા ધ્યાને લઈ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ  વિક્રમસિંહ બી. ગોહિલ દ્વારા આઈ.પી.સી. કલમ -૩૦૨ સાબિત માની આરોપી પ્રભાત આપાભા અવાડીયાને કસુરવાર ઠરાવી આજીવન કેદની સજા, રૂા. ૧૦,૦૦૦/-નો દંડ અને  આઈ.પી.સી.કલમ-૩૬૫ સાબિત માની ૭-વર્ષની સજા અને  રૂા.૫ હજારનો દંડ ફરમાવતો હુકમ કરેલો છે.

સરકાર તરફે સંપુર્ણ કેસ એડીશ્નલ પી.પી. કમલેશ ડોડીયા , સહાયક એડવોકેટ તરીકે ઉર્વી આચાર્ય અને  ફરીયાદી તરફે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એસોસીએટસ તરફથી અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, તારક સાવંત, શ્રેયશ શુકલ, ચેતન પુરોહિત રોકાયેલા હતા.

(4:13 PM IST)