તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
રામ ગોપાલ વર્માને 7 વર્ષ જૂના કેસમાં 3 મહિનાની જેલની સજા

મુંબઈ: ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક રામ ગોપાલ વર્માને સાત વર્ષ જૂના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે અને તેમને 3 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. મુંબઈની અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટે ફિલ્મ નિર્દેશક અને નિર્માતા રામ ગોપાલ વર્માને 3 મહિનાની જેલની સજા ફટકારી છે.સુનાવણી દરમિયાન હાજર ન રહેવા બદલ કોર્ટે ચેક બાઉન્સ કેસમાં રામ ગોપાલ વર્મા વિરુદ્ધ નોન-વોરંટ જારી કર્યું છે. કોર્ટનો આ નિર્ણય તેમના નવા પ્રોજેક્ટ 'સિન્ડિકેટ'ની જાહેરાત પહેલા આવ્યો છે.લગભગ સાત વર્ષ જૂના કેસની સુનાવણી દરમિયાન મંગળવારે રામ ગોપાલ વર્મા કોર્ટમાં હાજર નહોતા. કોર્ટે રામ ગોપાલ વર્માને કલમ ૧૩૮ હેઠળ દોષિત ઠેરવ્યા અને તેમને કેસમાં ફરિયાદીને વળતર તરીકે ૩.૭૨ લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો.
(5:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
