<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

રાજયમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ અમદાવાદ,મહેસાણા અને પાદરામાં 600 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 22 યાર્ડના ભાવ

ગુજરાતની 20 માર્કેટ યાર્ડમાં કુલ 11,288.92 ટન ડુંગળીની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 20 માર્કેટ યાર્ડમાં કુલ 11,288.92 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ અમદાવાદ માર્કેટ યાર્ડમા 600 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 430 રૂ. અને નીચો ભાવ 140 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય મહેસાણામાં 600 રૂ., સુરતમાં 580 રૂ., બીલીમોરામાં 560 રૂ., જામનગરમાં 520 રૂ., આણંદમાં 500 રૂ., ભાવનગરમાં 491 રૂ., ગોંડલમાં 471 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 11,288.92 ટન ડુંગળીની આવક થઇ છે.

(8:52 PM IST)