તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
ઓખા પોલીસે પ્રતિબંધિત ટાપુ પરથી આઠ ઘૂસણખોર ઝડલી લીધા :ખારામીઠા ટાપુમાં ગેરકાયદે પ્રવેશ્યા હતા
ઝડપાયેલા તમામ લોકો સલાયા બંદરના રહેવાસી :પોલીસે તમામ લોકોને ઓખાની કાર્ટમાં રજૂ કર્યા :કોર્ટે આ આઠ ઘૂસણખોર લોકોના જામીન નામંજુર કર્યા

દ્વારકાના સમુદ્ર ટાપુ પરથી 8 ઘૂસણખોર ઝડપાયા છે. ખારામીઠા ટાપુમાં ગેરકાયદે પ્રવેશ્યા હતા આ આઠેય લોકો. ઓખા પોલીસે પ્રતિબંધિત ટાપુ પરથી ઘૂસણખોર લોકોને ઝડપાયા છે. લોકો પાસે રહેલી ફિશીંગ બોટ પણ પોલીસે જપ્ત કરી છે. ઝડપાયેલા તમામ લોકો સલાયા બંદરના રહેવાસી છે. પોલીસે તમામ લોકોને ઓખાની કાર્ટમાં રજૂ કર્યા છે. કોર્ટે આ આઠ ઘૂસણખોર લોકોના જામીન નામંજુર કર્યા છે. આખરે ઘુસણખોરોને જેલ હવાલે કરવામાં આવ્યા છે. તાજેતરમાં આ ટાપુ પર ડિમોલીશન હાથ ધરાયું હતું. ભૂતકાળમાં નિર્જન ટાપુમાં દેશ વિરોધી પ્રવૃત્તિ કરાઈ હોવાના અહેવાલ સામે આવ્યા હતા
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
