<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

કેન્‍સર વોરિયર અશ્વિન સોલંકીની જીવનયાત્રા ‘એક લાઈફ સ્‍ટોરી': કેન્‍સર પછીના સોનેરી જોડાણની સત્‍ય કહાનીઓ ‘કિંત્‍સુગી'

લેખિકા ઝરણાએ કેન્‍સરગ્રસ્‍તસ્ત્રીઓ વિશે અને કેન્‍સરને હરાવનાર યોધ્‍ધા વિશે બે પુસ્‍તકો ને શબ્‍દદેહ આપ્‍યો છે : પુસ્‍તક-૧: કિંત્‍સુગી ટેલ્‍સ, લેખિકાઃ ઝરણા, અક્ષરઃ શિરીષ મુંગરા, પંક્‍તિરોઃ ભારતી દિપક મહેતા, પ્રકાશક અને વિક્રેતાઃ કેન્‍સર કેર ફાઉન્‍ડેશન, રાજકોટ આવૃતિઃ પ્રથમ ઓક્‍ટોબર ૨૦૨૪, પૃષ્ઠઃ ૧૨૦, કિંમતઃ રૂ. ૨૧૦ : પુસ્‍તક -૨ એક લાઇફ સ્‍ટોરી(કેન્‍સર વોરિયર અશ્વિન સોલંકીની જીવનયાત્રા) લેખિકાઃ ઝરણા, અક્ષર :શિરીષ મુંગરા, કવરપૃષ્ઠ ડિઝાઇન : ફરીદા લોખંડવાલા, પ્રકાશક અને વિક્રેતાઃ કેન્‍સર કેર ફાઉન્‍ડેશન, રાજકોટઆવૃતિઃ પ્રથમ ઓક્‍ટોબર ૨૦૨૪,પૃષ્ઠઃ૭૨ કિંમતઃ રૂ. ૧૩૦

રાજકોટઃ ‘કિંત્‍સુગી' શબ્‍દની તો ખબર હતી પણ તેના જીવંત પ્રમાણનો અંદાજ તો હમણાં મળ્‍યો!.. ઝરણા નામે એક એન્‍જિનિયરિંગનો અભ્‍યાસ કરેલી યુવતીએ બે પુસ્‍તકો લખ્‍યા છે ‘કિંત્‍સુગી ટેલ્‍સ' અને ‘એક લાઈફ સ્‍ટોરી.' આ બંને પુસ્‍તકોની વાત અનોખી છે. જિંદગીના અરણ્‍યમાં કેન્‍સર નામની ખતરનાક વ્‍યાધિ બાથ ભરે ત્‍યારે માણસ કેવો આકળ-વિકળ થઈ જાય, દુનિયામાં પોતાને સાવ એકલો અને હતાશ અનુભવે ત્‍યારે પણ તેને કઈ આશા અને સાહસ સાંપડતાં હશે? બસ, આ જ જિંદગીનું, કોસ્‍મોસનું, અંતરતમનું અદ્દભુત રહસ્‍ય છે. તે પૂરેપૂરું જાણી શકતું નથી. તે દ્યણું દૂર હોય એવું લાગે અને કોઈક પળે સાવ નજદીક અનુભવાય ત્‍યારે શું થતું હશે? કોઈ વાર્તા, કોઈ સંભાષણ, કોઈ લેખ, કોઈ ઉપદેશ વિનાની તદ્દન વાસ્‍તવિક પણ ભીતરમાં સળગતો વિચાર મૂકી જતી દ્યટનાઓની આ બે પુસ્‍તકો ‘કિંત્‍સુગી ટેલ્‍સ'અને ‘એક લાઈફ સ્‍ટોરી'માં પ્રસ્‍તુતિ છે.

કેન્‍સરની વ્‍યાધિમાં અનુભવી ચૂકેલા, શૂન્‍યમનસ્‍ક થનાર, એકલા થઈ જવાની ઈચ્‍છા રાખનાર ડોક્‍ટરો અને હોસ્‍પિટલોમાં દરેક વખતે વિક્ષેપિત બનેલા, રાત ભર એકલાં એકલાં રુદન કરનારા, પોતાના જ દેહને આયનામાં જોઈને કુંઠા અનુભવનારા અને દરેક ક્ષણે ઈશ્વરને પ્રશ્નાર્થ કરતા- શ્નમને જ આવું જીવલેણ દુઃખ શા માટે?... પણ વાત અહીં અટકી જાય તો મનુષ્‍ય-કથા અધૂરી રહી જાય. દરેક સ્‍થિતિનું રૂપાંતર જ નવો અનુભવ છે કહો કે નવો જન્‍મ છે. તેવાં કેટલાંક કેન્‍સર-ગ્રસ્‍ત સાચુકલાં પાત્રો (અહીં માત્ર નામો કાલ્‍પનિક રાખ્‍યાં છે) અહીં પોતાને અભિવ્‍યક્‍ત કરે છે. મહિલા દિવસે જન્‍મેલી રેખા ઠક્કર, મધ્‍યમ વર્ગના દ્યરની પુષ્‍પા પટેલ, અકસ્‍માત અને કેન્‍સર બંનેનો અનુભવ કરનારી ફરહા, પતિની સાથે મળીને આ રોગનો મુકાબલો કરનારી કમલા ઠેસિયા, છવ્‍વીસની યુવા વયે રોગનું નિદાન થતાં અડગ રહેતી ઊર્મિલા. સ્‍પીડ બ્રેકરનો અનુભવ કરેલી મેનકા, અલકામાંથી રૂપાંતરિત અલાસ્‍કા, રોગમાં કોમન લિન્‍ક અનુભવતી જિજ્ઞાસા, ચાર ગાંઠ અને ફેફસાંની પીડા વચ્‍ચે જિંદગી શબ્‍દને પસંદ કરનારી મૃગા ત્રિવેદી, સરળ સૌમ્‍ય સ્‍વભાવની ભાવિની કક્કડ, જૂની જિંદગીથી અલગ થનારી હસ્‍તી, એકસ્ત્રી તરીકેનું ગૌરવ સર્જતી ઉર્વશી, નોર્મલ-એબનોર્મલનો અનુભવ વ્‍યક્‍ત કરતી વર્ષા કોટેચા, પોતાનો અવાજ શોધી ચૂકેલી ભક્‍તિ કોટક, આદ્યાતના અનુભવનું મૂલ્‍યાંકન કરનારી મિસરી ચાવડા, પીડાને આનંદ તરફ લઈ જનારી કરિશ્‍મા, ટીન એજમાં કેન્‍સરની અનુભવી માહી* હજુ બીજાં નામો અને તેમની મનોસૃષ્ટિ ઉમેરાયાં છે, તે ભાવના, ખ્‍વાહિશ, નેહા માંડવિયા, અનુપમા ચાવડા, જયશ્રી ગઢવી, જલ્‍પા જોશી, જઇની પરીખ, અંકિતા, અવની, પારૂલ સોજિત્રા, આનંદી પંજવાણી.. કોઇની કહાણી સામાન્‍ય નથી. દરેકે અસ્‍ત થવાની આશંકા અનુભવી છે. બેહદ ખતરનાક સારવારના એકથી વધુ તબક્કા અનુભવ્‍યા છે. ક્‍યાંક પોતાના અને પારકાનો તિરસ્‍કાર, ઉપેક્ષા, સહયોગ અનુભવ્‍યા છે. અહીં બાકી બધી પ્રવૃત્તિને છોડીને ઝરણાએ શ્નકેન્‍સર ક્‍લબઙ્ખના આ રોગને ભોગવી ચૂકેલા અને હવે માત્ર કેન્‍સરના રોગીઓની વચ્‍ચે કાર્યરત અશ્વિન સોલંકીની જીવનયાત્રા બીજા પુસ્‍તક ‘એક લાઈફ સ્‍ટોરી'માં આલેખી છે.

 ‘કિંત્‍સુગી ટેલ્‍સ' પુસ્‍તક ઘણી રીતે વિશિષ્ટ છે. એવોર્ડવર્ધી યાને પુરસ્‍કારને લાયક પુસ્‍તક છે. સામાન્‍ય રીતે આપણે ત્‍યાંસ્ત્રીની કહાની ‘અનકહી'રહી જાય છે. લેખિકાઓ અને સેલિબ્રિટીઝમાં પણસ્ત્રીઓની આત્‍મકથા ઓછી છે. આ પુસ્‍તક તેણીએ કેન્‍સરના દર્દીઓની પડખે ઉભેલા મેડિકલ, પેરામેડિકલ અને મેડિકલ રિસર્ચ સ્‍ટાફને અર્પણ કર્યું છે. પુસ્‍તકમાં ૨૮ કેન્‍સર ગ્રસ્‍ત લોકોની વાત અદભૂત રીતે રજુ કરાઇ છે. ‘એકલી જાને રે..', ‘‘નવા જીવનની શરૂઆત'', ‘‘નોર્મલ કેન્‍સર'', ‘‘સેકન્‍ડ ઇનિંગ્‍સ ઓપનર'', ‘‘અ ટીન સ્‍ટોરી'', ‘‘સ્‍વસ્‍થ થયા પછી'', ‘‘જંગથી ક્‍યાંય વધુ‘‘.. વગેરે અનેક વિષયો આવરી લેવાયા છે જેમાં કેન્‍સર પછીના સોનેરી જોડાણની સત્‍ય કહાનીઓ વણી લેવાઇ છે.

જયારે ‘એક લાઇફ સ્‍ટોરી' પુસ્‍તકમાં અનેકસ્ત્રીઓને બદલે એક પુરુષની આત્‍મકથા છે. અશ્વિન સોલંકીના જીવનસંદ્યર્ષ અને મનોમંથનને ઝરણાંએ શબ્‍દદેહ આપ્‍યો છે. પોતે વાંચેલી કથાઓને ધ્‍યાનમાં લઈ રસપ્રદ ‘સ્‍ટોરી ટેલિંગ' કર્યું છે. સત્‍ય દ્યટનાનું કેન્‍સર માટે બધાને ભેગા કરી જંગ લડવા પ્રવૃત્ત કરનાર અશ્વિનભાઈ ખુદ કેવી રીતે એમાં સપડાયા અને સૌરાષ્ટ્રમાં મોટો પ્રશ્ન છે એ તમાકુના વ્‍યસનની બિહામણી ભયંકરતા જોઇને એમાંથી માંડ છૂટ્‍યા એની રોચક કથા છે. અશ્વિનભાઈએ નિખાલસ કબૂલાત કરી છે. આ પુસ્‍તક લેખિકા ઝરણાએ કોઇપણ વ્‍યસન છોડવા ઇચ્‍છુક દરેકને અર્પણ કર્યું છે.

પુસ્‍તકમાં શરૂમાં જાણીતા લેખક, વક્‍તા જય વસાવડાએ પુસ્‍તક વિશે પોતાની લાગણી વ્‍યક્‍ત કરી છે. તેઓ લખે છે, આ બેઉ પુસ્‍તકો નાનકડા છે, પણ એમાં વાત મોટી છે. ખોટી તો નથી જ, બહુ લાંબી પણ નથી. લાગણીની સરવાણી વહ્યા કરે છે શબ્‍દોમાં. જિંદગી ખુદ પોતાના રંગો દેખાડે છે અહીં. આશા રાખું કે આ પુસ્‍તકો માત્ર કેન્‍સરના દર્દીઓ કે પરિવારજનો જ નહીં ગુજરાતભરના નાગરિકો સુધી પહોંચે અને સમાજની સમજ તથા સંવેદનામાં સુધારો-વધારો કરે.

બંને પુસ્‍તક માટે પૂજય મોરારિબાપુ દ્વારા પ્રસન્નતા, પ્રેમ અને પ્રાર્થના રૂપી આશીર્વચન પણ અપાયા છે જે તેમના અક્ષરે પ્રસિધ્‍ધ થયા છે. પુસ્‍તકનું મુખપૃષ્ઠ પણ ખુદ કેન્‍સર સર્વાઇવર ફરીદાબેન નામના મહિલાએ બનાવ્‍યું છે. દરેક પ્રસંગના અંતે એક કવિતા પણ મૂકવામાં આવી છે. પુસ્‍તકના અંતે લેખિકા ઝરણા નો તસવીર સાથે પરિચય પણ અપાયો છે. ટુંકમાં આ પુસ્‍તક એવા દરેક વ્‍યક્‍તિ માટે છે, જે એના હ્રદયના હોવાની અને એ હ્રદયના કારણે થતી લાગણીઓની વધુ ઊંડાણથી અનુભૂતિ કરવા માંગે છે.

(3:52 PM IST)