તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
રાજકોટ યાર્ડમાં નવા જીરૂની આવક મુહુર્તમાં મણના ૯૯૯૯ રૂા. ભાવ મળ્યા

રાજકોટઃ રાજકોટ માર્કેટયાર્ડમાં આજે નવા જીરૂની આવકનો પ્રારંભ થયો હતો જામકંડોરણાના ખેડૂત હસમુખભાઇ વીરાભાઇ નવા જીરૂ ૧ દાગીના સાથે લાવતા એક મણના ૯૯૯૯ રૂા ના ભાવે સોદા પડયા હતા. નવા જીરૂની ખરીદી કમીશન એજન્ટ મહેતા ઓધવજી નારણજી મારફત દિપક એન્ડ સન્સએ ખરીદી કરી હતી. રાજકોટ યાર્ડમાં જુના જીરૂની ૬૬૦ કવીન્ટલની આવક હતી અને જીરૂ એકમણના ભાવ ૪૦૬૦ ની ૪૩૨૫ રૂા ના ભાવે સોદા પડયા હતા.
(1:27 PM IST)










