<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

ટાટા મોટર્સની પેટાકંપનીઓ TMPV અને TPEMએ ગ્રાહકો માટે કસ્ટમાઇઝ્ડ ઓટો રિટેલ ધિરાણ ઉકેલો પ્રદાન કરવા માટે સારસ્વત બેન્ક સાથે ભાગીદારી કરી

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : ભારતની અગ્રણી ઓટોમોબાઇલ ઉત્પાદક ટાટા મોટર્સ લિમીટેડની પેટાકંપનીઓ ટાટા મોટર્સ પેસેન્જર વ્હિકલ્સ (TMPV) અને ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલીટીએ ભારતની અનેક મોટી સહકારી બેન્કોમાંની એક એવી સારસ્વત બેન્ક સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ ભાગીદારી મારફતે સારસ્વત બેન્ક એવા ગ્રાહકોને કસ્ટમાઇઝ્ડ ઓટો રિટેલ ધિરાણ ઉકેલો પૂરા પાડશે જેઓ ટાટા મોટર્સ પાસેથી ઇન્ટરનલ કોમ્બુશન એન્જિન (ICE) અને ઇલેક્ટ્રિક વ્હિકલ (EV) ખરીદવા માંગતા હોય.

આ સહયોગની ડિઝાઇન ટાટા મોટર્સના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં લોકપ્રિય પેસેન્જર વ્હિકલ્સ (ICE + EV)ની ગ્રાહકોને સ્પર્ધાત્મક વ્યાજ દરે પૂરા પાડી શકાય તે રીતે કરવામાં આવી છે, જે પોષણક્ષમતા અને સુગમતા એમ બન્નેમાં વધારો કરીને એકંદરે ખરીદી અનુભવમાં વધારો કરશે. આ એમઓયુ પર ટાટા મોટર્સ અને સારસ્વત બેન્કના વરિષ્ઠ સભ્યોની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ ભાગીદારી પર ટિપ્પણી કરતા ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલીટી લિમીટેડના ચિફ ફાઇનાન્સિયલ ઓફિસર અને ટાટા મોટર્સ પેસેન્જર વ્હિકલ્સ લિમીટેડના વાઇસ પ્રેસિડન્ટ શ્રી ધીમન ગુપ્તાએ જણાવ્યું હતુ કે, "ગ્રાહક કેન્દ્રિતતા પર ફોકસ્ડ એક બ્રાન્ડ તરીકે અમે હંમેશા ગ્રાહકો માટે સુગમ અને પોષણક્ષમતાનું સંશોધન કરતા રહીએ છીએ. અમે દ્રઢપણે માનીએ છીએ કે સારસ્વત બેન્ક સાથેની ભાગીદારી એક સાચી દિશામાં પગલુ છે, જેનો હેતુ સ્પર્ધાત્મક વ્યાજ દરો સાથે જરૂરિયાત અનુસારના ધિરાણ ઉકેલો પ્રદાન કરવાનો છે. આ સહયોગ અમારા ગ્રાહકોને સરળ અને બદલારૂપ અનુભવ પૂરો પાડવાની સાથે ટાટા મોટર્સના ICE અને EVને વધુ ઍક્સેસિબલ બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને વેગ આપે છે."
આ પ્રસંગે સારસ્વત બેન્કના ચેરમેન ગૌતમ ઠાકુરએ જણાવ્યું હતુ કે “અમારા ગ્રાહકોને અસંખ્ય કસ્ટમાઇઝડ અને સ્પર્ધાત્મક કાર ધિરાણ ઉકેલો પ્રદાન કરવા માટે ટાટા મોટર્સ સાથે ભાગીદારી કરતા આનંદ અનુભવીએ છીએ, જેનો હેતુ વ્હિકલની ખરીદીને સરળ અનેસાનુકૂળ બનાવવાનો છે. આ જોડાણ મારફતે, અમે અમારા ગ્રાહકોને દેશમાં EV સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની સાથે બહોળાપસંદગી વિકલ્પો આપવાની આશા સેવીએ છીએ".
સારસ્વત બેંક, સો વર્ષથી વધુનો વારસો ધરાવતી, ભારતની સૌથી મોટી શહેરી સહકારી બેન્ક છે. વિશ્વાસ, પ્રામાણિકતા અને સેવાના સ્તંભો પર બનેલી, તે તેના ગ્રાહકોને ઉચ્ચતમ સ્તરની સેવા પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. ૩૦૦થી વધુ શાખાઓ અને એટીએમ અને મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ અને દિલ્હી જેવા 6 રાજ્યોમાં હાજરી સાથે, બેંકે તેની સ્થાપનાથી અવિરત નફાનો દોષરહિત રેકોર્ડ જાળવી રાખ્યો છે - તેણે રૂ. 31 માર્ચ, 2024ના રોજ 82,000 કરોડથી વધુ રૂપિયાનો ફૂલ વિ કુલ બિઝનેસ મેળવ્યો હતો. ટેકનોલોજીથી પ્રેરિત અને પરંપરાથી પ્રેરિત, બેન્ક અનન્ય જરૂરિયાતોને અનુરૂપ અસંખ્ય વ્યક્તિગત અને વ્યવસાયિક બેંકિંગ ઉકેલો પ્રદાન કરે છે

(10:44 PM IST)