તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
લોધીકાના માખાવડમાં કલેકટરનું જબરૂ ઓપરેશનઃ ૧૦૦ કરોડની જમીન ખુલ્લી
GIDCને ફાળવાયેલ ર૧ એકર જમીન ઉપર ખેતી-ફેન્સીંગ-ઓરડીઓ-મકાનોનું દબાણ હતું: મામલતદાર કૃષ્ણકુમાર સિંહે બુલડોઝર ફેરવી દીધું : ૧ વર્ષથી દબાણ હતું: પ૦થી વધુનું પોલીસ દળ રખાયું: રૂરલ પ્રાંત ચક્રવર્તી દોડી ગયાઃ ફાયર બ્રિગેડ-જીઇબીની ટીમો બોલાવાઇ

રાજકોટ તા. ર૩: રાજકોટ જીલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષી દબાણ કરનારાઓ-ભૂમાફીયાઓ ઉપર રીતસર તૂટી પડયા છે.
છેલ્લા ૬ થી ૮ મહિનામાં અબજો રૂપિયાની સરકારી જમીન પરંતુ કોમર્શીયલ-ખેતી વિષયક, રેસીડન્સીયલ દબાણો હટાવ્યા બાદ આજે વધુ એક સફળ ઓપરેશન હાથ ધરી રૂા. ૧૦૦ કરોડની ર૧ એકર જમીન ખૂલ્લી કરાવી હતી.
કલેકટરની સૂચના બાદ અને રૂરલ પ્રાંત શ્રી વિમલ ચક્રવર્તીના માર્ગદર્શન હેઠળ આજે સવારે લોધીકા મામલતદાર શ્રી કૃષ્ણકુમારસિંહ ચુડાસમા પોતાના સ્ટાફ, પ૦થી વધુનું પોલીસ દળ, ફાયર બ્રિગેડ, જીઇબીની ટીમોને સાથે રાખી લોધીકાના માખાવડ ગામે સરકારી જમીન સર્વે નંબર ૩૦પમાં ત્રાટકયા હતા અને ૧૦૦ કરોડની કુલ ર૧ એકર જમીન ખૂલ્લી કરાવી હતી, કલેકટરને રીપોર્ટ કરી દીધો છે.
ઉપરોકત જમીન ઉપર ૧ વર્ષથી દબાણ હતું, દબાણ કરનારાઓએ GIDC ને કલેકટરે જે જમીન ફાળવી હતી, તે જમીન ફરતે ફેન્સીંગ, ખેતીનું દબાણ, કાચા-પાકા મકાનો-ઓરડીઓ બધું બનાવી નાંખ્યું હતું, તેની ઉપર ત્રણ જેસીબી તથા અનુ સાધન સામગ્રી સાથે મામલતદારશ્રી ચૂડાસમાએ બૂલડોઝર ફેરવી દઇ જમીન ખૂલ્લી કરાવી હતી, કૂલ ૧૦૦ કરોડની જમીન ખુલ્લી થતા હવે GIDC દ્વારા ત્યાં બાંધકામ શરૂ કરાશે.
(3:10 PM IST)










