તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
પાલીકા ચૂંટણીઃ EVMમાં ચકાસણી-સ્ટાફની ડેટાએન્ટ્રીની કાર્યવાહી શરૃઃ ર હજારના સ્ટાફના ઓર્ડરો નીકળશેઃ સાંજે ચૂંટણી કમિશ્નરની વીસી

કલેકટરશ્રી પ્રભવ જોષીએ પત્રકારોને જણાવ્યું હતું કે રાજકોટ જીલ્લામાં જસદણ, ઉપલેટા, ધોરાજી, જેતપુર, ભાયાવદર એમ પાંચ નગરપાલિકાની ચૂંટણી ઇવીએમ મારફત થશેઃ EVM ની ચકાસણી શરૂ કરી દેવાઇ છેઃ સ્ટાફની ડેટા એન્ટ્રીની કાર્યવાહી શરૂ કરાઇ છે. આ પાંચેય પાલીકા તથા ૪ તાલુકાની તાલુકા પંચાયતની ૬ બેઠક અંગે કુલ ર હજાર સ્ટાફના ઓર્ડરો કાઢવામાં આવશેઃ તે લોકોની તાલીમ સહિતની કામગીરી હવે થશેઃ સાંજે ચૂંટણી કમિશ્નરની ખાસ વીસી યોજાશે.
(4:11 PM IST)










