<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

આવતીકાલે ગુજરાતી સાહિત્‍યના અમર સર્જક કવિ કલાપીની જન્‍મજયંતિ નિમિતે ખાસ કાર્યક્રમ

રાજકોટઃ ‘‘દીકરાનું ઘર'' વૃદ્ધાશ્રમ- ઢોલરા પ્રેરિત ‘‘ સાહિત્‍ય સેતુ '' સંસ્‍થા દ્વારા ગુજરાતી ભાષાના અમર સર્જક, લાઠીયા પ્રજાવત્‍સલ રાજવી. અને ર૬ વર્ષના ટૂંકા આયુષ્‍યમાં કલાપીનો કેકારવ, કાશ્‍મીરનો પ્રવાસ સહિતનું સાહિત્‍ય સર્જન કરનારા, કવિ કલાપીની જન્‍મજયંતિ નિમિતે ‘‘યાદી ભરી ત્‍યાં આપની'' સાહિત્‍યિક કાર્યક્રમ તા. ર૪ શુક્રવારના રોજ સાંજના પ-૩૦ વાગે કાલાવડ રોડ પર આવેલ સૌરાષ્‍ટ્ર હાઇસ્‍કુલમાં યોજવામાં આવેલ છે જેમાં સૂર-શબ્‍દ-સંવાદ દ્વારા કવિ કલાપીને શબ્‍દાંજલિ અર્પવામાં આવશે.

આ કાર્યક્રમમાં કવિ કલાપીના જીવનની જાણી-અજાણી વાતો, કવિની શબ્‍દ સાધના, કવિએ લખેલા પત્રો, સહિતના જીવન કવનની વાતો જાણીતા સાહિત્‍મર્મી આર.પી. જોષી કરશે.

કવિના કવિતાનું ગાન સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભવનના અધ્‍યક્ષ  ડો. મનોજ જોષી કરશે.

કવિ પ્રકાશ હાથી કવિ કલાપીની શ્રેષ્‍ઠ કવિતાઓનું કાવ્‍ય પઠન કરશે.

આ કાર્યક્રમમાં શહેર ભા.જ.પ. અધ્‍યક્ષ મુકેશભાઇ દોશી, સીઝનલ સ્‍કવેર કલબના ચેરમેન અજયભાઇ જોષી, ફૂલછાબના જનરલ મેનેજર નરેન્‍દ્રભાઇ ઝીબા,, લોક સાહિત્‍યકાર શાંતિભાઇ રાણીંગા, જાણીતા ઉદ્યોગપતિ પ્રતાપભાઇ પટેલ ઉપસ્‍થિત રહેશે.

શહેરના કવિઓ-લેખકો-સર્જકો-સાહિત્‍યપ્રેમીઓને કવિ કલાપીની જન્‍મ જયંતિ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં પધારવાનું સંસ્‍થા દ્વારા નિમંત્રણ અપાયું છે.

ર્સ્‍વશ્રી વસંતભાઇ ગાદેશા,અનુપમ દોશી, જનાર્દન આચાર્ય, સુધીર દત્તા, સુનિલ વોરા, નલિન તન્‍ના,પંકજ રૂપારેલીયા, હસુભાઇ શાહ  જયેન્‍દ્રભાઇ મહેતા, પરિમલભાઇ જોષી, વિપુલભાઇ ભટ્ટ, નૈષધભાઇ વોરા, મહેશભાઇ જીવરાજાની, દક્ષિણભાઇ જોષી, સતત કાર્યરત હોવાનું સંસ્‍થાના શ્રી અનુપમ દોશીની યાદીમાં જણાવ્‍યું છે. (૩૬-૭)

(4:01 PM IST)