તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
રાજકીય રીતે ખૂબ મહત્ત્વની એસીબી, આઇબી, સીઆઇડી ક્રાઇમ માટે અમિતભાઈ કોનાં પર કળશ ઢોળશે?
દોઢ દિવસના ગુજરાત રોકાણમાં કાલે કેન્દ્રીય ગૃહમંત્રીનાં એકાદ કાર્યક્રમ હોવાથી આઇપીએસ અધિકારી અને પોલીસ તંત્રમાં હોટ ટોપિક :ગત મુલાકાત સમયે ચાણકય સાથે મુખ્યમંત્રીની અધુરી રહેલ ચર્ચાઓ પછી સરકારના માપદંડમાં ફિટ બેસતા આઇપીએસની પસંદગી થવાની હોવાથી ભારે ઉતેજના

રાજકોટ તા. ૨૩: મકર સંક્રાત પર ત્રણ દિવસ ગૂજરાત અર્થાત્ અમદાવાદ ગાંધીનગર આવ્યા પછી આજે અને કાલે અડધો દિવસ અમદાવાદમાં છે, ત્યારે આઇપીએસ લેવલે હવે acb, ib, cid ક્રાઇમ જેવી મહત્વની જગ્યાઓ સાથે અમદાવાદ રેન્જની ખાલી પાડનાર જગ્યાઓ સહિત રેન્જ લેવલે બદલી પોસ્ટીંગ સાથે એસપી લેવલે બઢતી વિગેરે બાબતે મુખ્ય મંત્રી સાથે ગત મુલાકાત વખતે અધૂરી રહેલ ચર્ચા પૂર્ણ થશે કે કેમ? તે બાબતે સિનિયર , જુનિયર આઇપીએસ સહિત સમગ્ર પોલીસ તંત્રમાં હોટ ટોપિક બની છે.
અત્રે એ યાદ રહે કે ઇન્ચાર્જ acb વડા શમશેરસિંઘ કે જેવો હવે બીએસએફમાં જવા ચાર્જ છોડનાર છે, તેમના સ્થાને અમીતભાઈ કોનાં પર કળશ ઢોળશે તે અંગે અનેકવિધ અનુમાન ચાલી રહ્યા છે. એક ચર્ચા એવી છે કોઇ નિર્ણય નહિ થાય તો એસીબીના નાયબ વડા બિપીન આહિરેને ચાર્જ સોંપી શમશેરસિંઘ છૂટા થશે.
ACB વડાનું સ્થાન રાજકીય રીતે અને અન્ય રીતે ખૂબ મહત્વનું છે, સામાન્ય રીતે સરકાર પોતાના ખૂબ વિશ્વાસુ અને લોકોમાં સરકારની છબી ઉપશે તેવા સિનિયર આઇપીએસ પસંદ કરતી હોય છે.
આજ રીતે આઇબી વડાનું સ્થાન રાજકીય રીતે ખૂબ મહત્વનું છે, સરકારના આંખ કાન ની ભૂમિકા હોય છે, આ સ્થાન પર કેન્દ્ર પણ તમામ રાજકીય હિલચાલ ડાયરેક્ટ મળે તે પ્રકારના અધિકારીઓ પસંદ કરતી હોવાથી લાંબા સમયથી ગુજરાત કેન્દ્ર આ સ્થાન ભરી શકયું નથી.
આજ રીતે સીઆઈડી ક્રાઈમ પણ રાજકીય રીતે ખૂબ મહત્વનું હોય છે, આ સ્થાન પર સરકારની પોલિસી મુજબ ૧૦૦ ટકા કાર્ય કરી શકે તેમને પસંદ કરવામાં આવે છે.કોઈ અરજી કે ફરિયાદ પર કેવી પોલિસી મુજબ કાર્ય કરવું ફરિયાદી અને અરજદાર કોણ છે? તે બધું ખૂબ સારી રીતે સમજવાનું રહે છે. ઘણી તપાસ ગુપ્ત રાહે તે પ્રકારે કાર્યવાહી કરવાની હોય છે, આઇબી માટે સરકારના જે માપદંડ છે તેમાં કોઈ ફીટ ન બેસતા કેન્દ્ર બીએસએફનાં ત્રિપુરા સ્ટેટથી પિયુષ પટેલ જેવા અનુભવી અધિકારી ગુજરાત પરત બોલાવાયા, દોઢ માસ જેટલો સમય વીત્યો હજુ તેમના અંગે નિર્ણય લેવાયો નથી. અમિતભાઈ દોઢ દિવસમાં કાલે વિશેષ કાર્યક્રમ ન હોવાથી સમય ફાળવશે કે કેમ? આ ચર્ચા જ અત્યારે મહત્વની છે
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
