તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓને લઈ ભાજપમાં ધમધમાટ શરૂ ;આગામી 2 દિવસોમાં નિરીક્ષકો અલગ અલગ જિલ્લામાં જશે
નગરપાલિકાના ઉમેદવારો માટે દાવેદારોની સેન્સ લેવાશે : આગામી સપ્તાહે ગાંધીનગરમાં ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાશે.

અમદાવાદ : સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓને લઈ ભાજપમાં ધમધમાટ શરૂ થયો છે. ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ પર નિરીક્ષકોની કવાયત હાથ ધરાઈ છે. આગામી 2 દિવસોમાં નિરીક્ષકો અલગ અલગ જિલ્લામાં જશે. જે તે જિલ્લાની નગરપાલિકાના ઉમેદવારો માટે દાવેદારોની સેન્સ લેવામાં આવશે. આગામી સપ્તાહે ગાંધીનગરમાં ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાશે. બેઠકમાં ઉમેદવારોના નામ પર મોહર મારવામાં આવશે.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
