તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Thursday, 23rd January 2025
આખરે ICICI બેંક મેનેજર પાસેથી લંૂટાયેલ ૧ કરોડ ૧૭ લાખ હર્ષ સંઘવી હસ્તે પરત કરાયા.. બેંક મેનેજમેન્ટ આફ્રિન
સમગ્ર ગુજરાત અને બેન્કિંગ જગતમાં ચકચારી બનેલ મામલામાં એસપી જયદીપસિંહ જાડેજા ટીમની સરાહનીય કામગીરી :૧૨ કલાકમાં વાયરલ ઘટનાનો ભેદ ઉકેલનાર મહીસાગર એસપી અને ટીમ દ્વારા સિધ્ધિઓની હારમાળા સર્જવામાં આવી

રાજકોટ તા.૨૩ સમગ્ર ગુજરાત અને બેન્કિગ જગતમાં ખૂબ ચર્ચાસ્પદ બનેલ મહીસાગર જિલ્લાના સંતરામપુર વિસ્તારના ICICI બેંકના મેનેજર પાસેથી ૧કરોડ ૧૭ લાખની લૂંટ અને હત્યાના મુદ્દામાલની રકમ ICICI ને ગૃહ મંત્રી હર્ષ સંઘવી હસ્તે મહીસાગરનાં કાર્યદક્ષ એસપી જયદીપસિહ જાડેજા ટીમ દ્વારા સુપ્રત કરી ફરજનિષ્ઠાનું ઉતમ ઉદાહરણ પુરૂ પાડેલ છે.
અત્રે એ યાદ રહે કે આ ચકચારી ઘટના ગત વર્ષે બની હતી, અને આખા ગુજરાતમાં આ ઘટના ખૂબ વાયરલ થવા સાથે ચર્ચાસ્પદ બની હતી. CICI મેનેજરની તેની કારમાં જ હત્યા થયેલ, અનેક શંકા કુશંકા ઊભી થયેલ, આ ઘટનાનો ભેદ એસપી જયદીપસિહ જાડેજા ટીમ દ્વારા ફકત ૧૨ કલાકમાં જ ઉકેલી નાખવામાં આવેલ. કોર્ટેમાંથી ઝડપથી મુદ્દામાલ પરત થાય તેવા પ્રયાસો કરી, રકમ પરત અપાવતા બેંક મેનેજમેન્ટ આફ્રિન પોકારી ઉઠ્યું હતું.(૩૮.૧૭)
(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
