News of Friday, 24th January 2025
કલોલ પાલિકા પર લારીવાળાઓનો પથ્થરમારો : દબાણ હટાવ કામગીરીને લઈને હલ્લાબોલ કર્યો
નગરપાલિકા દ્વારા જાહેરમાર્ગો પર લારીઓ અને પાથરણા દબાણ હટાવવાની કામગીરી કરતા રોષ

કલોલ નગરપાલિકા દ્વારા શહેરના જાહેર માર્ગો પર દબાણ કરતાં શખ્સો સામે લાલ આંખ કરી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રોજેરોજ થતી કાર્યવાહીમાં તમામ લારી ગલ્લાઓ તેમજ પાથરણાં વાળાઓનું દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતા વર્ષોથી સાંકડા લાગતા રસ્તાઓ ખુલ્લા થવા પામ્યા છે. પાલિકાની આ કામગીરીને પગલે લારીઓ વાળાઓએ પાલિકા બહાર હલ્લાબોલ કર્યો હતો
કલોલમાં કેટલાક ફેરી વાળાઓ મેન રોડ પરથી દૂર કરાતા તેઓ અંદરના રોડ પર અડીંગો જમાવી દેવા લાગ્યા હતા દબાણ અધિકારીઓ જતા ફરી જાહેર રોડ પર આવી જતા હતા આવા શખ્સોના પગલે અન્ય લોક પણ આ રીતે દબાણ કરે તો પાલિકાની કામગીરી પર પાણી ફરી વળે તેવી સ્થિતિ ઉભી થવા પામી થાય છે.
(1:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
