News of Thursday, 23rd January 2025
પરણિતાને ત્રાસ આપવાના ગુનામાં પતિ અને સાસુ-સસરાનો નિર્દોષ છૂટકારો

રાજકોટ તા.૨૩: પત્નીએ તેના પતિ તેમજ સાસુ-સસરા પર ક્રુરતાના ગુનાની ફરીયાદ દાખલ કરતાં ફોજદારી કેસ ચાલી જતાં પતિ, સાસુ-સસરાને નિર્દોષ ઠરાવ મુકવાનો હુકમ આપ્યો હતો. રાજકોટની ફોજદારી અદાલત છોડી.
આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી અંજુમાબેન હુસેનભાઈ ચૌહાણ દ્રારા એવી ફરીયાદ કરવામાં આવેલ કે,આ કામના આરોપીઓ લગ્ન જીવન દરમ્યાન અવાર-નવાર નાની નાની બાબતોમાં ઝઘડાઓ કરી મારકુટ કરી અને આરોપી નં. ૨ અને ઉનાઓની ચડાગણીથી આરોપી નં.૧ નાઓએ ફરીયાદી સાથે અવાર-નવાર ઝઘડાઓ કરીને મારકુટ કરી માનસીક ત્રાસ આપી અને આરોપી નં. ૨ અને ઉનાઓ મેણાટોણા બોલીને દુઃખ ત્રાસ આપી તમામ આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુન્હો આચરેલ હોવાની રાજકોટ શહેર મહિલા પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ-૪૯૮(ક), ૧૧૪ મુજબ ગુન્હો નોંધાવેલ હતો.
આ કેસ ચાલી જતાં રાજકોટના એડી.જયુડી. મેજી.ફ.ક. સાહેબ, રાજકોટ દ્વારા પોતાના ચુકાદામાં ઠરાવેલ કે, ફરીયાદ પક્ષ પોતાનો કેસ ભારતીય પુરાવા અધિનિયમની જોગવાઈ તથા ક્રીમીનલ જયુરીસપડુન્સનાં પ્રસ્થાપિત સિધ્ધાંતો અનુસાર સાબીત કરવામાં નિષ્ફળ નિવડેલ છે, તે સંજોગોમાં આરોપીઓને તકસીરવાન ઠરાવી શકાય નહી. જેથી આરોપીઓ ભારતીય દંડ સંહિતાની કલમ-૪૯૮(ક), ૧૧૪ ના ગુન્હાના તહોમત માંથી નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.આ કામમાં આરોપીઓ (૧) હુસેનભાઈ મહમદભાઈ ચૌહાણ (૨) મહમદભાઈ કરીમભાઈ ચૌહાણ તથા (૩) ફાતીમાબેન મહમદભાઈ ચૌહાણ વતી એડવોકેટ તરીકે રાજકોટના ધારાશાસ્ત્રી અર્જુન એસ. પટેલ, મહેન એમ. ગોંડલીયા, રવિન એન. સોલંકી તથા ભાર્ગવ એ. પાનસુરીયા રોકાયેલા હતા.
(4:21 PM IST)










