<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

16મી ફેબ્રુઆરીએ પંચાયતનું મતદાન હોવાથી કોઈ પરીક્ષા નહીં લેવાય : જીપીએસસી અધ્યક્ષ હસમુખ પટેલની મોટી જાહેરાત

પરીક્ષા માટે નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

અમદાવાદ : GPSC પરીક્ષાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 16 ફેબ્રુઆરી 2025ના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. જેને લઈને હવે આ તારીખને લઈને GPSCના અધ્યક્ષ હસમુખ પટેલે એક મોટી જાહેરાત કરી છે.

GPSCના અધ્યક્ષ હસમુખ પટેલે X પર પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે, 16મી ફેબ્રુઆરીએ પંચાયતનું મતદાન હોય તે દિવસની પરીક્ષા માટે નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

રાજ્ય ચૂંટણી કમિશનરના જણાવ્યા મુજબ, આગામી 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન યોજાશે, અને પરિણામ 18 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે. ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી છે. હાલમાં, જૂનાગઢ મહાનગરપાલિકા અને 66 નગરપાલિકાઓની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે, જ્યારે 4,000 ગ્રામ પંચાયતોની ચૂંટણી બાદમાં જાહેર કરવામાં આવશે.

(12:50 PM IST)