તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
એસટીના મુસાફરોને લૂંટતી ગુજરાતની ૨૭ હોટલોને કરાઇ ડિલિસ્ટ
વાહન વ્યવહાર નિગમની સૌથી મોટી કાર્યવાહી

અમદાવાદ, તા.૨૩: રાજ્યના ST બસના મુસાફરોને લુંટતી હાઇવે હોટલો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા ૨૭ હોટલોને ડીલીસ્ટ કરવામાં આવી હતી. આ હોટલો દ્વારા એસટી બસના મુસાફરોને લૂંટવામાં આવતા હતા. જેની જાણ એસટી તંત્રને કરવામાં આવતા સઘન કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ હાઇવે પર આવેલી હોટલો દ્વારા ઘણા સમયથી એસટી બસમાં પ્રવાસ કરતા મુસાફરોને લૂંટવામાં આવતા હતા. ત્યારે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી કાર્યવાહીમાં ૨૭થી વધુ હોટલોને ડીલીસ્ટ કરાઈ હતી. હવે આવી હોટલો ઉપર એસટીની બસો ઊભી રાખી શકાશે નહીં તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.
વધુમાં જણાવ્યા મુજબ હોટેલ દ્વારા હિન્દુ નામ ધારણ કરી મુસાફરો પાસેથી મનફાવે ઉંચા ભાવે લેવાતા હતા. ત્યારે આગામી દિવસોમાં ફરિયાદોને આધારે આવી હોટલો સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ એસટી તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું.
(5:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
