News of Thursday, 23rd January 2025
જો તમે 30 પછી ડાયટમાં આ સામેલ કરશો તો સ્કિન રહેશે ટાઈટ

નવી દિલ્હી: 30 વર્ષની ઉંમર પછી સ્વાસ્થ્યની સાથે સ્કિનમાં પણ ઘણા ફેરફારો જોવા મળે છે. ઉંમરનો આ તબક્કો પાર કર્યા પછી સ્કિનમાં અનેક પ્રકારની સમસ્યાઓ દેખાવા લાગે છે. જેમ કે કરચલીઓ, ફાઈન લાઈન્સ અને ડાઘ જેવી સમસ્યાઓ. આથી સ્કિનને અંદરથી હેલ્ધી બનાવવા માટે કેટલીક હેલ્ધી વસ્તુઓને ડાયટમાં સામેલ કરી શકાય છે. જેથી ડાર્ક સર્કલ, ફાઈન લાઈન્સ, ખીલ વગેરે જેવી સમસ્યાઓથી પણ રાહત મળી શકે. બદામ, કાજુ અને અખરોટ જેવા નટ્સ પ્રોટીન, વિટામિન્સ અને ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે જે કોલેજન પ્રોડક્શનમાં અને સ્કિનની તંદુરસ્તીને જાળવવામાં મદદ કરે છે. દરરોજ તેનું સેવન કરવું તમારી સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમનું પોષણ મૂલ્ય વધારવા માટે, તમે તેને તમારી સ્મૂધી, દહીં અથવા ઓટમીલમાં ઉમેરી શકો છો. પાલક, કેળા અને અન્ય પાંદડાવાળા શાકભાજી વિટામિન એ, સી અને વિટામિન કેથી સમૃદ્ધ છે જે કોલેજન પ્રોડક્શનમાં મદદ કરે છે અને સ્કિનને નુકસાનથી બચાવે છે. તમે સલાડ, સ્મૂધી અથવા સાઇડ ડિશમાં લીલા શાકભાજીનો સમાવેશ કરી શકો છો. સ્ટ્રોબેરી, બ્લૂબેરી અને રાસબેરી જેવા બેરીમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર હોય છે જે કોલેજનને નુકસાન પહોંચવથી બચાવે છે. તેમાં વિટામિન સી પણ ભરપૂર માત્રામાં હોય છે જે કોલેજન ઉત્પાદન માટે જરૂરી છે. તમે તમારા નાસ્તામાં ઓટ્સ, સ્મૂધી અને શેકમાં બેરીનો સમાવેશ કરી શકો છો.
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
