તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
અમરેલી સેંટ મેરી સ્કૂલની ધો.૧ ની ૮ વર્ષની મિશિતાએ ચેસ રમતમાં નાની વયે ઇતિહાસ રચ્યો
ખેલ મહાકુંભ ચેસ રમતમાં એક પણ મેચ હાર્યા વગર તાલુકા તથા જિલ્લા કક્ષાએ પ્રથમ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૨૩: ખેલ મહાકુંભ ૨૦૨૫ અન્વયે સેંટ મેરી સ્કૂલ અમરેલીની ધો.૧ માં અભ્યાસ કરતી મિતિશા મયુર ભાઇ ત્રિવેદીએ અન્ડર ૧૧ વર્ષની તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધા નૂતન મીડલ સ્કૂલ અમરેલી ખાતે યોવાયેલ જેમાં સતત ૫ મેચ રમી હાર્યા વગર પ્રથમ સ્થાને આવતા તાલુકા કન્વીનર અને રાજય તથા જિલ્લા વ્યાયામ મંડળના પ્રમુખ પી.ડી. મીયાણી સાહેબે તેમની રમતને બિરદાવી અભિનંદન પાઠવેલ.જિલ્લા કક્ષાની સ્પર્ધા સંકુલ ખાતે યોજાયેલ જેમા જિલ્લા ભરના ૧૧ તાલુકાના પ્રથમ અને બીજા ક્રમે આવેલ ચેસ ખેલાડીઓ વચ્ચેની અન્ડર ૧૧ની સ્પર્ધામાં મિશિતાએ સતત ૭ મેચ રમી ધો. ૧ની અને નાની ઉમરે ્પ્રથમ નંબરે વિજેતા બની મિશિતાએ ચેસની દુનિયામાં ઇતિહાસ રચયો. સેંટ મેરી સ્કુલના પ્રિન્સિપાલ ફાધર બીનું મિશિતાને અભિનંદન સાથે રાજયમાં પ્રથમ નંબર મેળવવા આર્શિવાદ આપેલ સ્કુલના વ્યાયામ શિક્ષક આઈ.પી. બારડ તથા દેવાંગભાઈ દેવમુરારી અને શાળાના તમામ સ્ટાફે મિશિતા પર અભિનંદન રૂપી ફૂલોની વર્ષા વરસાવેલ. મિશિતાની સફળતા માટે તેમના પિતા મયુરભાઈ ત્રિવેદી તાલુકા કક્ષાએ ત્રીજા નંબરે આવેલ છે. તેમણે ૬ મહીના સુધી મિશિતાને તાલીમ આપેલ માતા મેઘનાબેનનો પણ સિંહ ફાળો છે. જિલ્લા કક્ષાના કન્વીનર અને ચેસ રમતના નિષ્ણાંત ભગીરથસિંહ જાડેજાએ જણાવેલ કે મિશિતા વિચારીને સ્ટેપ લે છે. મિશિતાનું ભવિષ્ય ઉજળુ છે.સ્પર્ધા દરમ્યાન રમત ગમત અધિકારી પુનમબેને મિશિતાની રમત નિહાળી પ્રભાવીત થઈ અભિનંદન પાઠવેલ. તેમ રાજય અને રાષ્ટ્રિય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ર્ડ આઈ.પી. બારડની યાદી જણાવે છે
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
