તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
જશવંતપુરના તળાવમાં થતુ પ્લોટીંગ અટકાવોઃ તળાવ બૂરાશે તો ખેડૂતોને પાણીના સંકટનો સામનો કરવો પડશેઃ પશુ-પક્ષી મરી જશે
ગામના સરપંચ તથા અન્ય સભ્યો ગ્રામજનોનું કલેકટરને આવેદનઃ ‘‘અકિલા''ખાતે પણ રજૂઆત...

રાજકોટ, તા. ૨૨: જળવંતપુરા ગ્રામ પંચાયતના સરપંચ- કે.જે. રામાણી તથા અન્ય આગેવાનોએ ‘‘ અકિલા'' કાર્યાલય ખાતે તથા કલેકટરને આવેદન પત્ર પાઠવી લોધીકા તાલુકાના જશવંતપુર ગામના તળાવ માં પ્લોટીંગ થતું અટકાવવા બાબત માંગણી કરી હતી. આવેદનમાં ઉમેર્યુ હતું કે,લોધિકા તાલુકાના જણવંતપુર ગામે નવા રીંગ રોડ ની બાજુમાં વશાળ તળાવ આવેલું છે.તળાવમાં દર વર્ષે ઘણું પાણી ભરાય છે અને આજુબાજુના ખેડૂતો પશુપાલકો અને દરેકને ખુબજ ફાયદો થાય છે, વિસ્તારમાં પાણીની બહુ તંગી છે. હાલમાં વરસાદ તો ખુબજ આવે છે પરંતુ પાણી રોકાતુ ન હોવાના હિસાબે પાણીના સ્તર દિવસે ને દિવસે ઊંડા થતા જાય છે. જો આ તળાવને ઊંડું અને વિશાળ કરવામાં આવે તો વધારે પાણીનો જથ્થો સમાય તો આજુબાજુના લોકોને ખૂબ મોટો ફાયદો થાય એમ છે.તેનાથી પ્રકળતિ ની રક્ષા થવાથી અનેક જીવ-જંતુ, પશુ-પક્ષી અને માનવ જાત સાથે દેશની આર્થિક સમળદ્ધિમાં વધારો થશે. થોડા દિવસથી આ તળાવને બુરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, જેથી ગામ લોકો ભેગા મળીને રોકવાનોપ્રયત્ન કર્યો તો તે લોકો કહે સરકારે અમને અહીંયા પ્લોટીંગ ફાળવેલ છે. ગામની સીમ હોવા છતાં ગામના સરપંચ કે તલાટી મંત્રીને કોઈને પણ જાણ કાર્ય વિના આ પ્લોટીંગ કરેલ છે. અને કોઈપણ ચેકડેમ કે સરોવર ને બુરવું કે બીજા કોઈ પણ ઉપયોગમાં લેવું તે હિતાવહ નથી કારણ કે વરસાદી પાણી નોસ્ત્રોત રોકવા માટે ઉત્તમ કાંઇ હોય તો તે ચેકડેમ કે સરોવર જ છે. તેથી આ તળાવ બુરાઈ જશે તો ખેડૂતોને કાયમી પાણીનો મોટા સંકટનો સામનો કરવો પડશે અને અનેક જીવ- જંતુ, પશુ-પક્ષી પાણી વગર તડપી ને મરી જશે તો આપ ને ખાસ વિનંતી છે.
આ તળાવની અંદર જે નવું પ્લોટીંગ ફાળવેલ છે તેને અન્ય જગ્યાએ પ્લોટીંગ ફાળવવું જોઈએ દેશના વડાપ્રધાનના સૂચન મુજબ ગામ લોકો તેમજ આજુબાજુના ખેડૂતો સંસ્થા સાથે મળીને લોકભાગીદારીથી આ તળાવને ખુબ ઊંડું અને મોટું કરવા માંગીએ છીએ. તેવી ગામના સરર્પય, તલાટી મંત્રી, ગામના સભ્યો અને આગેવાનો તેમજ આજુબાજુના ખેડૂતોની બધાની રજૂઆત છે કે આ ખેડૂતો અને પશુપાલકોની જીવાદોરી સમાન તળાવને બુરવામાં ન આવે જણવંતપુર ગામના સરપંચશ્રી કાંતાબેન સમાણી તેમજ રાજેન્દ્રસિંહ જાડેજા, રામદેવસિંહ જાડેજા, ધીરુભાઈ ટીલાળા, ભૂપતસિંહ જાડેજા, નીતિનભાઈ ખૂટ, જયંતીભાઈ વસોયા, વિરજીભાઈ વસોયા, પંકજભાઈ વસોયા, પ્રવીણભાઈ વસોયા, વિપુલભાઈ સોજીત્રા, ભુપતભાઈ વસોયા, જયેશભાઈ વસોયા, પરેશભાઈ વસોયા, અરજણભાઈ વસોયા, દીક્ષિત ભાઈ રામોલિયા, ગામના સદસ્યો અને ખેડૂતો ની રજૂઆતને યોગ્ય કરવા વિનંતી.
(12:26 PM IST)










