News of Thursday, 23rd January 2025
ભગવતીપરા વિસ્તારમાં ૧.૨૧ કરોડના ખર્ચે સી.સી. રોડ કામનો પ્રારંભ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૪ માં ભગવતીપરા વિસ્તારમાં આવેલ બોરીચા સોસાયટીમાં રૂ.૧.૨૧ કરોડના ખર્ચે સી.સી. રોડ કરવાના કામનું ખાતમુહૂર્ત ગુરૂવારના રોજ વિધાનસભા-૬૮ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૪ કોર્પોરેટર અને રોશની સમિતિના ચેરમેન કાળુભાઈ કુગસિયા, વોર્ડ નં.૪ કોર્પોરેટર અને કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન કંકુબેન ઉધરેજા, કોર્પોરેટર પરેશભાઈ પીપળિયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, વોર્ડ ભાજપ પ્રમુખ કાનાભાઈ ડંડૈયા, પ્રભારી જેન્તીભાઈ ભાખર, મહામંત્રી ભરતભાઇ લીંબાસીયા, હિતેષભાઈ મઠીયા, અગ્રણીઓ લાલભાઈ નાટડા, રવિભાઈ ડાંગર, સુભાષભાઈ વાંક, અજયભાઈ લોખીલ, રાજભાઈ ડાંગર, રાજુભાઈ મિયાત્રા, સંગઠનના હોદેદારો, રાજકોટ મહાનગરપાલિકા અધિકારીઓ-કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં આ વિસ્તારના રહેવાસીઓ ઉપસ્થિત રહેલ.
(4:10 PM IST)










