News of Thursday, 23rd January 2025
અમેરિકાના ફ્લોરિડામાં બરફનું મહા તોફાન : ૧૦૦ વર્ષનો રેકોર્ડ તૂટયો : પોણો ડઝનના મોત

ન્યુયોર્ક : અમેરિકાના દક્ષિણ ભાગમાં ટેક્સાસ, દક્ષિણ ફ્લોરિડા અને નોર્થ કેરોલિનામાં ત્રાટકેલા બરફના વાવાઝોડાને
કારણે ચારેબાજુ બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ હતી અને તાપમાન શૂન્યથી નીચે ગયું હતું. બર્ફીલા પવનોને કારણે લોકો ઘરમાં જ પૂરાઇ રહ્યા હતાં. બરફના તોફાનના કારણે ૮ના મોત અને ૨ કરોડ લોકોને અસર પહોંચી છે.
જ્યોર્જિયા અને ફ્લોરિડામાં ૪૪,૦૦૦ થી વધુ ઘરો અને વ્યવસાયો વીજળી વિનાના હતા અને ૨,૦૦૦ થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
પેન્સાકોલા, ફ્લોરિડામાં ૧૦ ઈંચ હિમવર્ષા થઈ છે, અગાઉનો રેકોર્ડ ૧૮૯૫માં ૩ ઈંચનો હતો. વાવાઝોડાને કારણે હાઇવે પણ બંધ છે
(5:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
