<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

ભાણવડ પાસે બરડા ડુંગરમાંથી માનવ કંકાલ મળતા સમગ્ર વિસ્તારમાં હડકંપ

પકિલેશ્વર મહાદેવથી ત્રણ ચાર કિલોમીટર દૂર અત્યંત ગીચ જંગલ વિસ્તારમાં માનવ કંકાલ પડ્યું હોવાની જાણ થતા ડીવાયએસપી સહિતના દોડી ગયા : એફએસએલ -સ્પેશિયલ રિપોર્ટ કરાવવા તજવીજ

 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પાસે આવેલા બરડા ડુંગરમાંથી એક માનવ કંકાલ મળતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો 

  બરડા ડુંગરમાં આવેલા પકિલેશ્વર મહાદેવથી ત્રણ ચાર કિલોમીટર દૂર અત્યંત ગીચ જંગલ વિસ્તારમાં એક નર કંકાલ જે સ્ત્રીકે પુરુષ ખબર ન પડે તેવું પડ્યું હોવાની ફોરેસ્ટ વિભાગે જાણ કરતા ડીવાયએસપી ડોક્ટર હાર્દિક પ્રજાપતિ પોલીસ સ્ટાફ સાથે ત્યાં દોડી ગયા હતા તથા આ કંકાલનો કબજો લઈ અને એફએસએલ તથા ડોક્ટર પીએમ રિપોર્ટ સ્પેશિયલ કરે તે માટે તજવીજ હાથ કરવામાં આવી હતી

  આ માનવ કંકાલ સ્ત્રી તરીકે છે કે પુરુષ તે પણ જાણવા મળેલ નથી ઘણા લાંબા સમયથી આ લાશ ત્યાં પડી હોય અને માત્ર હાડકા જ રહી ગયા છે પણ તેના ગળામાં દોરડું બાંધેલું હોય ગળાફાંસો ખાઈને ત્યાં જંગલમાં આત્મહત્યા કરી હોવાનું અનુમાન પણ મનાય છે તો આ વિસ્તારમાં લાંબા સમયથી કોઈ વ્યક્તિ ગુમ થયો હોય તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શનમાં ભાણવડ પોલીસ ઇન્સ્પેક્ટર બ્રહ્મભટ્ટ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે બરડા ડુંગર માંથી માનવ કંકાલ મળતા ભારે ચર્ચા જગાવી છે

(10:46 PM IST)