News of Thursday, 23rd January 2025
ઓએમજી.....ટ્રમ્પના આ એક નિર્ણયથી અમેરિકાની ગર્ભવતી સ્ત્રીઓ આવી ચિંતામાં

નવી દિલ્હી: જન્મના આધારે નાગરિકતાને લઈને અમેરકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયે ગર્ભવતીઓને ચિંતામાં મૂકી દીધી છે. મળતી માહિતી મુજબ, હાલ અમેરિકાની હોસ્પિટલોમાં એવી મહિલાઓની સંખ્યા વધી રહી છે, જે સમય પહેલાં એટલે કે, 20 જાન્યુઆરી પહેલાં ડિલિવરી કરાવવા ઈચ્છે છે. એક સરવેમાં સામે આવ્યું છે કે, અમેરિકાના અનેક લોકો ટ્રમ્પના નાગરિકતાને લઈને આ નવા નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. અમેરિકાના ડૉક્ટર્સ પાસેથી મળતી માહિતી મુજબ, સમય પહેલાં ડિલિવરી કરાવવાની માતા-પિતાની વિનંતીમાં ધરખમ વધારો થયો છે. તેમાંથી મોટાભાગની મહિલાઓ એવી છે, જે પોતાની પ્નેગ્નેન્સીના આઠમા અથવા નવમા મહિનામાં છે. આ તમામ 20 ફેબ્રુઆરી પહેલાં સી-સેક્શન કરાવવા ઈચ્છે છે. ખાસ વાત એ છે કે, તેમાં અનેક મહિલા એવી પણ છે, જેની ડિલિવરીમાં હજુ મહિનાઓનો સમય બાકી છે.
ડૉક્ટર્સે આ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું કે, 'અમે દંપત્તિઓને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે, પ્રી ટર્મ ડિલિવરી સંભવ છે, તો પણ માતા અને બાળક માટે મોટું જોખમ છે. તેની જટિલતાઓમાં અવિકસિત ફેફસાં, ઓછું વજન, ન્યૂરોલૉજીકલ સમસ્યા સહિત અનેક વાતનો સમાવેશ થાય છે.' નોંધનીય છે કે, 20 જાન્યુઆરી બાદ એવા માતા-પિતાના બાળકોને અમેરિકાની નાગરિકતા નહીં મળે, જે અમેરિકાના નાગરિક નથી અથવા ગ્રીન કાર્ડ ધારક નથી.
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
