તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
વોર્ડ નં. ૪માં ૭૩ લાખના ખર્ચે આધુનિક ઓફીસ ખુલ્લી મુકાઇ
ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે લોકાપર્ણ

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૪માં રૂ.૭૩ લાખના ખર્ચે શિવ શકિત પાર્ક, જુનો મોરબી રોડ, દયાલ મિલ સામેનો રોડ, દેવલોક પાર્ક સામે, રાજકોટ ખાતે વોર્ડ ઓફીસના નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ આજે ગુરૂવાર વિધાનસભા-૬૮ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડના હસ્તે કરવામાં આવ્યું. આ લોકાર્પણ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહયા હતા. આ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૪ કોર્પોરેટર અને રોશની સમિતિના ચેરમેન કાળુભાઈ કુગસિયા, વોર્ડ નં.૪ કોર્પોરેટર અને કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન કંકુબેન ઉધરેજા, કોર્પોરેટર પરેશભાઈ પીપળિયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઇ લૂણાગરીયા, કોર્પોરેટર દુર્ગાબા જાડેજા, અલ્પાબેન દવે, મંજુબેન કુગસિયા, શહેર ભાજપ મંત્રી ભગવતીબેન ધરોડીયા, વોર્ડ ભાજપ પ્રમુખ કાનાભાઈ ડંડૈયા, પ્રભારી જેન્તીભાઈ ભાખર, મહામંત્રી ભરતભાઇ લીંબાસીયા, અગ્રણી ઘનશ્યામભાઈ કુગસિયા, અજયભાઈ લોખીલ, રામભાઈ બિહારી, જનકભાઈ આહીર, રવિભાઈ ગોહેલ, હસુભાઈ કેરાડીયા, મલકેશભાઈ પરમાર, મોન્ટુભાઈ વિસરીયા, રાજેશ્રીબેન માલવિયા, મનીષાબેન સેરસીયા, રાજ ડાંગર, રવિભાઈ ડાંગર, વિપુલભાઈ પટેલ, સંજયભાઈ ઉધરેજા, ભરત ભખોડીયા, નરેશ ચૌહાણ, પ્રવીણભાઈ પટેલ, બાબુભાઈ રાઠોડ, રણજીતસિંહ જાડેજા, રાજકોટ મહાનગરપાલિકા ઈસ્ટ ઝોનના સિટી એન્જીનીયર મનોજ શ્રીવાસ્તવ, વોર્ડ એન્જીનીયર હિરેન ટોળીયા, ઈ. ઈ.ચા. મેનેજર નીલેશ કાનાણી, વોર્ડ ઓફિસર મહેશ મુલીયાણા, ઉપસ્થિત રહેલ.
(4:19 PM IST)










