<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

પોરબંદરઃ બોગસ ડેન્ટલ ડોકયુમેન્ટના આધારે નોકરી મેળવવા અંગે આગોતરા જામીન મંજુર

પોરબંદર તા.૨૩ઃ પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પીટલમાં બોગસ ડેન્ટલ ટેકનિશ્યન તરીકે નોકરી કરનાર યુવતીના આગોતરા જામીન મંજુર કરવાનો સેસન્સ કોર્ટ હુકમ કર્યો હતો.

અત્રે પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પીટલમાં ડેન્ટલ ટેકનિશ્યન તરીકે ખોટા સર્ટીફીકેટનો ઉપયોગ કરી ડેન્ટલ ટેકનિશ્યન તરીકે નોકરી કરનાર આરોપીને પોલિસે પડકી પાડયાં બાદ આરોપીની રીમાન્ડ દરમ્યાન એવી હકિકત ખુલવા પામેલી હતી કે  આ કામના આરોપી/અરજદાર ધ્રુવીબેન ડો/ઓફ દર્શકભાઈ પોટા પોતે દર્શન ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પીટલ રાજસ્થાન ખાતે ડેન્ટલ ટેકનિશ્યનનો કોઈ પણ જાતનો કોર્ષ નહિં કરેલ હોવાનું પોતે સારી રીતે જાણતાં હોવા છતાં પણ પોરબંદર સરકારી હોસ્પીટલ ખાતે ડો.મિલાપ કારિયા પાસેથી મેળવેલ ડેન્ટલ ટેકનિશ્યનના તાલીમ કોર્ષ તથા રીપોર્ટ કાર્ડ બનાવટી અને ખોટા ડોક્યુમેન્ટ હોવા છતાં પણ ખરા તરીકે ઉપયોગ કરી પોરબંદર ભાવસિંહજી હોસ્પીટલમાં ડેન્ટલ ટેકનિશ્યનની નિમણુંક મેળવી જાન્યુઆરી - ૨૦૧૮ થી નવેમ્બર ૨૦૧૮ સુધી કરાર આધારીત નોકરી કરેલ હોવાની હકિકત આ કામના સહઆરોપીના નિવેદનના આધારે ખુલતાં પોલિસ દ્વારા ધ્રુવીબેન ડો/ઓફ દર્શકભાઈ પોટાને આરોપી તરીકે દર્શાવી પોલિસ દ્વારા કલમ ઉમેરાનો રીપોર્ટ કરવામાં આવેલ હતો. ત્યારબાદ આ કામના આરોપી અરજદાર ધ્રુવીબેન ડો/ઓફ દર્શકભાઈ પોટા દ્વારા સહર ગુનાના  કામે  આગોતરા જામીન મેળવવા માટેની અરજી નામ. કોર્ટમાં રજુ કરેલ હતી.

 સેસન્સ કોર્ટ દ્વારા બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અરજદારપક્ષના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલોને માન્ય રાખી અરજદાર ધ્રુવીબેન ડો/ઓફ દર્શકભાઈ પોટાને આગોતરા જામીન પર મુકત કરવાનો હુકમ  જાહેર કરેલ હતો.

આ કામમાં આરોપી પક્ષે પોરબંદરના વકીલશ્રી જે.પી.ગોહેલ ની ઓફિસ તરફથી એમ.જી.શિંગરખીયા, એન.જી.જોષી, એમ.ડી.જુંગી, વી.જી.પરમાર, રાહુલ એમ. શિંગરખીયા, જીજ્ઞેશ ચાવડા, મયુર સવનીયા, પંકજ બી. ૫રમાર, રીનાબેન ખુંટી તથા દિવ્યાબેન નાંણાવટી રોકાયેલા હતા.

(4:41 PM IST)