<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

નર્મદા, સુરતના જુદા જુદા પ્રોહી.ના તથા નાસિકના મર્ડરના ગુનાના ભાગેડુ આરોપીને ઝડપી પાડતી એલ.સી. બી.નર્મદા

( ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જીલ્લાના તમામ પો.સ્ટે. વિસ્તારમાં દાખલ થયેલ ગુનાઓના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સૂચના મુજબ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.,વાય એસ શિરસાઠનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા હ્યુમન સોર્સ આધારે ચોક્કસ બાતમી હકીકત મેળવી (૧) દેડીયાપાડા પો.સ્ટે. (૨) સાગબારા પો.સ્ટે. તથા (૩) ઉમરપાડા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના અલગ અલગ ગુનામાં તેમજ (૪) મહારાષ્ટ્ર રાજ્યના નાસીક રૂરલના ચાંદવડ પોલીસ સ્ટેશન તથા મહારાષ્ટ્ર રાજ્ય લિકર પ્રોહીબીશન તથા ભારતીય રેલ્વેના ગુનામાં છેલ્લા એક વર્ષથી તથા ડેડીયાપાડા તથા સાગબારા પો.સ્ટેમાં છેલ્લા છ સાત મહિનાથી નાસતો ફરતો આરોપી અશોક કેસરીમલ માલી (ઉ.વ.૩૮)( રહે. ગુરુજી નગર સોસાયટી ઝંખવાવ તા.માગરોલ જી.સુરત મુળ રહે. કંભોડીયા તા.નેત્રંગ જી.ભરુચ) ને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

(10:27 PM IST)