<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

રાજયમાં તાપમાનનો પારો નીચો જતાં ઠંડીનો ચમકારો: નલીયા સૌથી ઠંડુ શહેર

ગાંધીનગરમાં 11.8, રાજકોટમાં 12.1, કેશોદમાં 12.4 ડિગ્રી, ભુજમાં 13.4, સુરેન્દ્રનગરમાં 13.8, ડીસામાં 13.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન

અમદાવાદ : રાજ્યમાં રાત્રે અને આજે સવારે ઠંડીમાં વધારો નોંધાયો હતો. પારો નીચો જવાથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા મળશે નહીં. આજે અમદાવાદમાં 29.5 ડિગ્રી મહત્તમ તામપાન જ્યારે 14.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જેના પગલે દરરોજ કરતા આજે થોડી વધુ ઠંડી વર્તાઈ હતી. રાજ્યના સથી ઠંડા શહેર નલિયામાં 9.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

 

આજે રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાન મુજબ મહુવામાં 30.4 ડિગી, સુરતમાં 30.3, વડોદરામાં 29.8, રાજકોટમાં 29.7, વેરાવળમાં 29.6, અમદાવાદમાં 29.5, સુરેન્દ્રનગરમાં 29.3, અમરેલીમાં 28.8, ગાંધીનગરમાં 28.6, વલ્લભ વિદ્યાનગરમાં 28.5, ભાવનગરમાં 28.4, ડીસામાં 28.3, પોરબંદરમાં 28.2, કેશોદમાં 27.7, ભુજમાં 27.5, દ્વારકામાં 27.3, કંડલા પોર્ટમાં 27, નલિયામાં 26.6 અને ઓખામાં 25 ડિગ્રી મહત્તમ તામપાન નોંધાયું હતું.

 

ગત રાત્રે નોંધાયેલા લઘુત્તમ તાપમાન મુજબ નલિયામાં 9.8 ડિગ્રી, ગાંધીનગરમાં 11.8, રાજકોટમાં 12.1, કેશોદમાં 12.4, ભુજમાં 13.4, સુરેન્દ્રનગરમાં 13.8, ડીસામાં 13.9, અમરેલીમાં 14, અમદાવાદમાં 14.2, પોરબંદરમાં 14.7, મહુવામાં 14.8, વલ્લભ વિદ્યાનગરમાં 15.2, વડોદરામાં 15.4, કંડલા પોર્ટમાં 16, ભાવનગરમાં 16, વેરાવળમાં 16.7, દ્વારકામાં 17, સુરતમાં 17.7, ઓખામાં 19.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

(8:49 PM IST)