<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

ડો.ઉત્‍પલ જોશીનું ર૭મીએ સન્‍માનઃ ડો.જે.જે.રાવલનું કવોન્‍ટમ મિકેનીકસ ઉપર લોકવિજ્ઞાન કેન્‍દ્ર તળે વ્‍યાખ્‍યાન

સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીના કુલપતિ, રાજકોટના વતની, કોટક સાયન્‍સ કોલેજના વિદ્યાર્થી

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર એજયુકેશન ફાઉન્‍ડેશન અને રાજકોટ મહાનગર પાલિકા સ્‍થાપીત તથા સૌરાષ્‍ટ્ર એજયુકેશન ફાઉન્‍ડેશન સંચાલીત અને ગુજકોષ્‍ટ પુરસ્‍કૃત શ્રી ઓ.વે.શેઠ પ્રાદેશીક લોક વિજ્ઞાન કેન્‍દ્ર-રેસકોર્ષ, રાજકોટ ખાતે ર૭ જાન્‍યુઆરીને સોમવારના રોજ સાંજે ૭ કલાકે આંતરરાષ્‍ટ્રીય કવોન્‍ટમ સાયન્‍સ એન્‍ડ ટેકનોલોજી વર્ક ર૦રપ વિષય નિમીતે કવોન્‍ટમ  મિકેનીકસ અંગેનું પ્રથમ વ્‍યાખ્‍યાન પ્રખર ખગોળ વિજ્ઞાની ડો.જે.જે.રાવલ આપવાના છે.

રાજકોટનાજ પનોતા પુત્ર એવા સૌરાષ્‍ટ્ર યુનીવર્સીટીના કુલપતી શ્રી ડો.ઉત્‍પલ જોશી પ્રમુખ સ્‍થાને ઉપસ્‍થિત રહેશે. તેમજ તેઓશ્રીના સન્‍માનના કાર્યક્રમનું આયોજન કર્યુ છે. કુલપતિશ્રીના દ્વારા રરમી ડીસેમ્‍બરે રાષ્‍ટ્રીય વિજ્ઞાન દિવસ જે શ્રીનિવાસ રામાનુજનના જન્‍મદિવસની ઉજવણીના ભાગ સ્‍વરૂપે લોક વિજ્ઞાન કેન્‍દ્રના નિયામક ડો. રમેશભાઇ ભાયાણી લિખીત અદભુત ગણીતશાષાી ડો.શ્રીનીવાસ રામાનુજનના પુસ્‍તકનું વિમોચન કરવામાં આવ્‍યું છે.

રાજકોટની તમામ વિજ્ઞાન કોલેજ, શાળાના વિદ્યાર્થીઓ તેમજ એન્‍જીનીયરીંગના વિદ્યાર્થીઓ તથા રસ ધરાવતા સર્વેને આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા આમંત્રિત કરવામાં આવે છે. આ પ્રસંગે સૌરાષ્‍ટ્ર એજયુકેશન ફાઉન્‍ડેશન સાથે સંકળાયેલા અને કુલપતીશ્રીની ગ્રેજયુએટ કોલેજ કોટક સાયન્‍સ કોલેજના ભૌતિક શાષાના વરિષ્‍ઠ પ્રાધ્‍યાપક સ્‍વ. શ્રીડો.એલ.કે.મણીયાર, ડો.શકુંતલાબેન નેને તેમજ પ્રોફેસર મિહીર જોશીની વિશેષ ઉપસ્‍થિતી રહેશે. ડો.ઉત્‍પલ જોશી કોટક સાયન્‍સ કોલેજના ભુતપુર્વ વિદ્યાર્થી રહયાં છે.

(3:28 PM IST)