News of Thursday, 23rd January 2025
૨ કલાકના ગાળામાં બે વિદ્યાર્થીઓની આત્મહત્યાથી કોટામાં ખળભળાટ
જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં ૬ લોકોએ આત્મહત્યા કરી

કોટા, તા.૨૩: સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રખ્યાત રાજસ્થાનના કોટા શહેરમાં ફરી એકવાર એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ, બુધવારે કોટામાં માત્ર ૨ કલાકના સમયગાળામાં બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. NEET ની તૈયારી કરી રહેલી એક છોકરી અને થ્ચ્ચ્ ની તૈયારી કરી રહેલા એક છોકરાએ મળત્યુને ભેટી પડ્યા છે. તમને જણાવી દઈએ કે કોટામાં ઘણા સમયથી વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે.
ગુજરાતના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી, પોલીસના જણાવ્યા અનુસાર, ગુજરાતના અમદાવાદની રહેવાસી અશફા શેખ નામની ૨૪ વર્ષીય વિદ્યાર્થીની કોટામાં NEET ની તૈયારી કરી રહી હતી. તેણે સવારે ૧૦ વાગ્યે કોટાના જવાહર નગરમાં પોતાના ભાડાના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. મળતી માહિતી મુજબ, આશાફાએ અગાઉ પણ મેડિકલ પ્રવેશ પરીક્ષા આપી હતી. જોકે, તે સફળ થઈ શકી નહીં. તે હાલમાં પોતાની મેળે અભ્યાસ કરી રહી હતી. પોલીસને વિદ્યાર્થીના રૂમમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.
JEE ના વિદ્યાર્થીએ પણ આત્મહત્યા કરી, જ્યારે પોલીસ NEET વિદ્યાર્થીની આત્મહત્યાના કેસની તપાસ કરી રહી હતી, ત્યારે ૨ કલાક પછી, મહાવીર નગર વિસ્તારમાંથી JEE ના ઉમેદવારની આત્મહત્યાના સમાચાર પ્રકાશમાં આવ્યા. પોલીસના જણાવ્યા અનુસાર, આસામના ગુવાહાટીના ૧૮ વર્ષીય વિદ્યાર્થીએ તેના હોસ્ટેલ રૂમમાં લોખંડના એંગલથી લટકીને આત્મહત્યા કરી હતી. આશ્ચર્યજનક વાત એ છે કે વિદ્યાર્થીને આવતા અઠવાડિયે થ્ચ્ચ્ મેન્સની પરીક્ષા આપવાની હતી. વિદ્યાર્થીની માતા તેની સંભાળ રાખવા કોટા આવવાની હતી, પરંતુ તેના થોડા કલાકો પહેલા જ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી. પોલીસને અહીં કોઈ સુસાઈડ નોટ પણ મળી નથી.
જાન્યુઆરીમાં ૬ આત્મહત્યા, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રખ્યાત રાજસ્થાનના કોટા શહેરમાં આત્મહત્યાના સમાચાર સતત પ્રકાશમાં આવી રહ્યા છે. જાન્યુઆરી મહિનામાં અત્યાર સુધીમાં કોટામાં ૬ ઉમેદવારોના કેસ નોંધાયા છે. તે જ સમયે, વર્ષ ૨૦૨૪ માં, કોટા શહેરમાં આત્મહત્યાના ૧૭ આવા કેસ નોંધાયા હતા.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
